અતિક અહેમદનું બ્લડ પ્રેશર સહિત જરૂરી મેડિકલ ચેકિંગ કરીને તેને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ લઈ જવા માટે યુ.પી. પોલીસ રવાના થઈ હતી
ઉત્તર પ્રદેશના ગૅન્ગસ્ટર અતિક અહેમદ
ઉત્તર પ્રદેશના ગૅન્ગસ્ટર અતિક અહેમદને ગઈ કાલે અમદાવાદની સાબરમતી જેલમાંથી ફરી એક વાર ઉત્તર પ્રદેશ પોલીસ લઈ ગઈ હતી. ઉમેશ પાલ હત્યાકેસમાં હવે ખુદ ગૅન્ગસ્ટરને લાગ્યો એન્કાઉન્ટરનો ડર લાગ્યો છે.
ઉત્તર પ્રદેશ પોલીસ ગઈ કાલે અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલ આવી પહોંચી હતી. ઉમેશ પાલ હત્યાકેસમાં ફરી વાર અતિકને લેવા માટે યુ.પી. પોલીસ ગુજરાત આવી હતી. અતિક અહેમદનું બ્લડ પ્રેશર સહિત જરૂરી મેડિકલ ચેકિંગ કરીને તેને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ લઈ જવા માટે યુ.પી. પોલીસ રવાના થઈ હતી. સાબરમતી જેલમાંથી બહાર લાવતાં અતિક અહેમદ એવું કહેતો જોવા મળ્યો હતો કે ‘મને મારવા ઇચ્છે છે’. એટલે હવે આ ગૅન્ગસ્ટરને પોતાના એન્કાઉન્ટરનો ભય ઊભો થયો છે.