Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > કેસર કેરી મોડી પણ, મોંઘી પણ

કેસર કેરી મોડી પણ, મોંઘી પણ

Published : 27 March, 2023 07:31 AM | IST | Rajkot
Rashmin Shah | rashmin.shah@mid-day.com

ગયા અઠવાડિયે ગુજરાતમાં ઉનાળામાં ચોમાસાના દિવસો જોવાનું આવતાં એની સીધી અસર કેસર કેરીના પાક પર થઈ છે, જેને કારણે હવે કેસર કેરી મોડી તો આવશે જ, પણ સાથોસાથ પાક ઓછો આવવાને લીધે દર વર્ષ કરતાં આ વખતે ભાવમાં પણ ૧૫થી ૨૦ ટકાનો વધારો જોવા મળશે

કેસર કેરી મોડી પણ, મોંઘી પણ

કેસર કેરી મોડી પણ, મોંઘી પણ


ઉનાળામાં સૌથી પહેલાં આફૂસ કેરી જોવા મળે અને એપ્રિલના અંતભાગમાં માર્કેટમાં કેસર કેરી પણ સહજ રીતે મળવા માંડે, પણ આ વખતે એવું બનવાની સંભાવના નથી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગયા અઠવાડિયે ગુજરાતમાં જોવા મળેલા ચોમાસાને લીધે આંબા પર આવેલા મોર ખરી જવાની ઘટના ગુજરાતના તાલાલા-ગીર પંથકમાં બની હોવાથી આ વખતે કેસર કેરી મોડી પડશે અને મોંઘી પણ મળશે.


જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના સભ્ય એવા તાલાલા-ગીરના ખેડૂત એચ. એચ. ગરસનિયાએ કહ્યું કે ‘નવા મોર આવવાના હજી શરૂ થયા ત્યાં જ એક વીક સુધી માવઠું અને ધાબળિયું વાતાવરણ રહેતાં એ મોર કાં તો ખરી ગયા છે અને કાં તો એમાં જીવાત પડી ગઈ છે. કેસરને હજી વાર છે, એટલે એમ વાંધો નહીં આવે, પણ એવું કહી શકાય કે કેસરનો પહેલો ફાલ મોટા ભાગે ખરી ગયો છે એટલે હવે કેસર મોડી પડશે અને પાક ઓછો થતાં ભાવમાં પણ એની અસર દેખાશે.’



ગુજરાતના જૂનાગઢ અને અમરેલી જિલ્લા કેસર કેરીના પ્રોડક્શનમાં સૌથી આગળ છે. આ જિલ્લાઓમાં દર વર્ષે ૨૦,૦૦૦ હેક્ટર જમીન પર પાક લેવામાં આવે છે, જે સામાન્ય રીતે બે લાખ ટન જેટલો ફાલ આપે છે, પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ વખતે એ પાકમાં નિશ્ચિતપણે ઘટાડો દેખાવાનો છે. તો સાથોસાથ ફાલ મોડો આવવાને કારણે મુંબઈકરને કેસર ખાવા મોડી મળશે અને મોંઘી પણ મળશે.


Whatsapp-channel Whatsapp-channel

27 March, 2023 07:31 AM IST | Rajkot | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK