સતત વરસાદ પડવાના કારણે આવું ફીલ કરી રહ્યા છે ગુજરાતના લોકો
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
ભર ઉનાળે ચોમાસા જેવી હાલત ગુજરાતની થઈ છે ત્યારે ગુજરાતમાં જે રીતે છેલ્લા અઠવાડિયાથી કમોસમી વરસાદ પડી રહ્યો છે એ જોતાં સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના લોકોને પ્રશ્ન મૂંઝવી રહ્યો છે કે ઉનાળો ગયો ક્યાં? આટલું ઓછું હોય એમ આજે પણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
ગુજરાતમાં ગઈ કાલે ડાંગના આહવા, સૌરાષ્ટ્રના જેતપુર, ધોરાજી, દ્વારકા, ઉપલેટા, બરડા, ગઢડા, અરવલ્લીના મોડાસા પંથકમાં કમોસમી વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ક્યાંક છૂટોછવાયો તો ક્યાંક ગાજવીજ સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
ADVERTISEMENT
હાલ ઉનાળાની મોસમમાં લગ્નની સીઝન પણ આવી છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલા માવઠાના કારણે લગ્ન સમારંભમાં વિઘ્ન આવ્યું છે. કમોસમી વરસાદ જાણે કે લગ્નોમાં વિલન બની ગયો હોય એવો માહોલ સર્જાયો છે