આગામી ૨૪ કલાકમાં ગુજરાતના અરવલ્લી, અમદાવાદ, મહીસાગર, ડાંગ, નવસારી, વલસાડ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં હળવો વરસાદ પડી શકે છે
ફાઇલ તસવીર
છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના કેટલાક ભાગમાં કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદના કારણે ભરૂચ શહેરમાં કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતાં. હવામાન ખાતાની આગાહી મુજબ, આજે સવાર સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે તેમ જ આગામી ૨૪ કલાકમાં ગુજરાતના અરવલ્લી, અમદાવાદ, મહીસાગર, ડાંગ, નવસારી, વલસાડ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં હળવો વરસાદ પડી શકે છે. ગયા અઠવાડિયે વરસાદ પડતાં પાકોને નુકસાન થયું હતું તેમ જ વીજળી પડતાં ૨૭ લોકોનાં મોત થયાં હતાં.