Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > નવા વર્ષને આવકારવામાં લોકો ભાન ન ભૂલી જાય એ માટે ગુજરાત પોલીસે આપ્યો જબરદસ્ત ફિલ્મી મેસેજ

નવા વર્ષને આવકારવામાં લોકો ભાન ન ભૂલી જાય એ માટે ગુજરાત પોલીસે આપ્યો જબરદસ્ત ફિલ્મી મેસેજ

Published : 01 January, 2025 07:23 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એણે પોસ્ટર મારફત લોકોને સાનમાં સમજાવતાં કહ્યું કે આજે વર્ષનો છેલ્લો દિવસ છે. તમને થશે ચાલ જીવી લઈએ અને તમે ગ્રૅન્ડ મસ્તી ભલે કરો, પણ ઍનિમલ બનીને કમઠાણ મચાવ્યું તો અમે કહીશું ભલે પધાર્યા

ગુજરાત પોલીસે વાઇરલ કરેલા વિડિયોમાંથી ગ્રૅબ કરેલી તસવીર, સુરત પોલીસે ઇન્સ્ટાગ્રામ પર મૂકેલા મેસેજમાંથી ગ્રૅબ કરેલી તસવીર.

ગુજરાત પોલીસે વાઇરલ કરેલા વિડિયોમાંથી ગ્રૅબ કરેલી તસવીર, સુરત પોલીસે ઇન્સ્ટાગ્રામ પર મૂકેલા મેસેજમાંથી ગ્રૅબ કરેલી તસવીર.


૨૦૨૪ના વર્ષનો ગઈ કાલે છેલ્લો દિવસ હતો અને નવા વર્ષને આવકારવા લોકોમાં થનગનાટ જોવા મળી રહ્યો હતો એવા સમયમાં લોકો શાંતિપૂર્ણ માહોલમાં અને છાકટાગીરી કર્યા વગર નવા વર્ષની ઉજવણી કરે એ માટે નશાખોરો અને અસામાજિક તત્ત્વોને નવા વર્ષની પૂર્વસંધ્યાએ ગુજરાત પોલીસે ફિલ્મીસ્ટાઇલમાં મેસેજ આપીને સાનમાં સમજાવી દીધા હતા. એટલું જ નહીં, સુરત પોલીસે ગઈ કાલે ડ્રાઇવ યોજીને ૨૦૦ દારૂડિયાઓને ઝડપી લીધા હતા.


ગુજરાત પોલીસે ગઈ કાલે એક વિ​ડિયો-મેસેજ સોશ્યલ મીડિયા પર વાઇરલ કર્યો હતો. આ વિડિયોમાં પોસ્ટર દ્વારા જણાવ્યું હતું કે ‘નવા વર્ષની પૂર્વસંધ્યાએ ગુજરાત પોલીસની અભૂતપૂર્વ ઑફર. આતિથ્ય–સરભરા સાથે મફત પિક-અપની વ્યવસ્થા. આ ઑફર રેશ ડ્રાઇવરો, નશાખોર ડ્રાઇવરો અને સમાજવિરોધી તત્ત્વો માટે છે અને તેમના પર નજર પણ છે એટલે અમારી આ ઑફરનો લાભ શક્ય એટલો ન લેવા વિનંતી છે.’



સુરત પોલીસે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટર શૅર કર્યું હતું, જેમાં ગુજરાતી અને હિન્દી ફિલ્મોનાં નામ એવી રીતે સીક્વન્સમાં મૂક્યાં હતાં જેના દ્વારા તોફાની તત્ત્વો માટે મોઘમમાં એક મેસેજ બન્યો હતો. ફિલ્મના ટાઇટલમાં મેસેજ આપતાં સુરત પોલીસે પોસ્ટરમાં લખ્યું છે કે આજે વર્ષનો ‘છેલ્લો દિવસ’ છે. તમને થશે ‘ચાલ જીવી લઈએ’ અને તમે ‘ગ્રૅન્ડ મસ્તી’ ભલે કરો પણ ‘ઍનિમલ’ બનીને ‘કમઠાણ’ મચાવ્યું તો અમે કહીશું ‘ભલે પધાર્યા’


Whatsapp-channel Whatsapp-channel

01 January, 2025 07:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK