ભારત ઉપરાંત અમેરિકા, કૅનેડા, કેન્યા, હૉન્ગકૉન્ગ, વિયેટનામ સહિતના દેશોની કરન્સી નોટોનો ઉપયોગ
જુદા-જુદા દેશોની એક હજાર નંગ ચલણી નોટોની ડિઝાઇનથી કરન્સી નોટોના વાઘા હનુમાનદાદાને અર્પણ કરવામાં આવ્યા
દિવાળીના પર્વની શરૂઆત થઈ છે ત્યારે સૌરાષ્ટ્રમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે ગઈ કાલે પ્યૉર સિલ્કના કાપડ પર જુદા-જુદા દેશોની એક હજાર નંગ ચલણી નોટોની ડિઝાઇનથી કરન્સી નોટોના વાઘા હનુમાનદાદાને અર્પણ કરવામાં આવ્યા હતા. હનુમાનદાદાનાં દર્શન કરવા આવેલા હજારો ભક્તો કરન્સી નોટોમાંથી બનેલા વાઘાને જોઈને અચરજ પામી ગયા હતા. સંતો અને હરિભક્તોએ ચાર દિવસ મહેનત કરીને ચલણી નોટોને અવનવા આકારથી અનોખો લુક આપતાં એ મનમોહક લાગતા હતા. ભારત ઉપરાંત અમેરિકા, કૅનેડા, કેન્યા, હૉન્ગકૉન્ગ, ટાન્ઝાનિયા, યુગાન્ડા, વિયેટનામ સહિતના દેશોની અંદાજે એક હજાર નંગ કરન્સી નોટોમાંથી વાઘા બનાવ્યા હતા.