અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા ૨૧ માળના ઇસ્કૉન પ્લૅટિનમ બિલ્ડિંગના આઠમા માળે શુક્રવારે રાતે ૧૦.૪૦ વાગ્યે આગ લાગી હતી જેમાં ૬૫ વર્ષનાં મીના શાહનું મોત થયું હતું, જ્યારે બાવીસ જણને શ્વાસમાં ધુમાડો જતાં નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયા હતા.
અમદાવાદના હાઇરાઇઝ બિલ્ડિંગમાં લાગેલી આગ
અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા ૨૧ માળના ઇસ્કૉન પ્લૅટિનમ બિલ્ડિંગના આઠમા માળે શુક્રવારે રાતે ૧૦.૪૦ વાગ્યે આગ લાગી હતી જેમાં ૬૫ વર્ષનાં મીના શાહનું મોત થયું હતું, જ્યારે બાવીસ જણને શ્વાસમાં ધુમાડો જતાં નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. બે વિન્ગ M અને N જૉઇન્ટ હોવાથી M વિન્ગમાંથી રહેવાસીઓ N વિન્ગમાં જતા રહ્યા હતા અને આમ ૨૦૦ લોકોનો બચાવ થયો હતો. હાલ રહેવાસીઓને બિલ્ડિંગના ક્લબ હાઉસમાં આશરો આપવામાં આવ્યો છે. રાતના ૧૦.૪૦ વાગ્યે લાગેલી આગ મધરાત બાદ ૩.૪૦ વાગ્યે ઓલવી શકાઈ હતી. આ આગ ઉપરની તરફ ફેલાઈ હતી અને સત્તરમા માળે આવેલો ૧૭૦૧ નંબરનો ફ્લૅટ આખો આગમાં બળીને ખાખ થઈ ગયો હતો. આઠમા માળે ઇેક્ટ્રિસિટીના ડક્ટમાં શૉર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી અને એનો ધુમાડા ઉપરના માળાઓ પર ફેલાયો હતો એમ ફાયરબ્રિગેડે જણાવ્યું હતું.