અમદાવાદઃ મેટ્રોનું ભાડું જાહેર, મહત્તમ 25 રૂપિયા રહેશે ટિકિટ
અમદાવાદ મેટ્રોના ટિકિટના દર જાહેર
આખરે અમદાવાદવાસીઓને મેટ્રો મળી ગઈ છે. અમદાવાદ મેટ્રોના પહેલા ફેઝનું સોમવારે વડાપ્રધાન મોદીએ ઉદ્ધાટન કર્યું. સાથે મેટ્રોના બીજા ફેઝનું ભૂમિપૂજન પણ કર્યું. સાથે વડાપ્રધાને મેટ્રોમાં મુસાફરી પણ કરી. આવતીકાલથી સામાન્ય જનતા માટે મેટ્રો ખુલ્લી મુકવામાં આવશે. શરૂઆતના દિવસોમાં મેટ્રોમાં ફ્રીમાં મુસાફરી કરી શકાશે. મેટ્રો ટ્રેનના ટિકિટના દર પણ જાહેર કરવામાં આવ્યા છે.
મેટ્રો ટ્રેનના ટિકિટ દર
-પહેલા 2.5 કિમી માટે પાંચ રૂપિયા.
-2.5 કિમી થી 7.5 કિમી માટે દસ રૂપિયા.
-મહત્તમ ભાડુ પચ્ચીસ રૂપિયા રહેશે.
ભાડાની આ ગણતરી પ્રમાણે જ્યારે થલતેજ ગામના રૂટ મેટ્રો દોડતી થશે ત્યારે તેનું ભાજું 25 રૂપિયા રહેશે.
PM મોદીનું સ્વપ્ન થયું સાકાર
અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. જેના પહેલા ફેઝના ઉદ્ધાટન સાથે તેમનું આ સ્વપ્ન પૂર્ણ થયું છે. હાલ એક જ મેટ્રો ટ્રેન દોડશે. થોડા દિવસમાં બીજી ટ્રેન મંગાવવામાં આવી છે. જે બાદ બંને બાજુએથી ટ્રેન શરૂ થશે.
આ પણ વાંચોઃ PM મોદીએ અમદાવાદ મેટ્રોને આપી લીલીઝંડી, કરી મેટ્રોમાં સવારી
ADVERTISEMENT
હાલ એક ટ્રેનમાં 3 કોચ છે. જેમાં 900 લોકો મુસાફરી કરી શકશે. જરૂર પડતા તેમાં 3 કોચ વધારવાની પણ દરખાસ્ત મુકવામાં આવી છે. હાલ ટ્રેનની ફ્રિકવન્સી 20 થી 25 મિનિટની રાખવામાં આવી છે.