મંદિર પરિસરમાં ૭૦થી ૮૦ ફુટ ઊંચા કલરના ૨૫૦ બ્લાસ્ટ કરાયા હતા તેમ જ ૧૦૦ ફુટ ઊંચા ૧૨૦ કંકુના બ્લાસ્ટ કરાયા હતા.
સાળંગપુરના હનુમાનજી મંદિરે થયો રંગોનો બ્લાસ્ટ
ગુજરાતમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં આવેલા કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં હોળી-ધુળેટી પર્વ નિમિત્તે રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રંગોત્સવ માટે ઑર્ગેનિક રંગ ઉદેપુરથી મગાવ્યા હતા. કંકુ, અબીલ સહિતના દસ પ્રકારના પચીસ હજાર કિલો રંગ હનુમાનજીદાદાને અર્પણ કરાયા હતા. ભક્તો પર સંતો દ્વારા રંગનો છંટકાવ કરાયો હતો. મંદિર પરિસરમાં ૭૦થી ૮૦ ફુટ ઊંચા કલરના ૨૫૦ બ્લાસ્ટ કરાયા હતા તેમ જ ૧૦૦ ફુટ ઊંચા ૧૨૦ કંકુના બ્લાસ્ટ કરાયા હતા. આ ઉપરાંત ૫૦૦૦ કિલો કલરને ઍર-પ્રેશર મશીનથી હવામાં ઉડાવીને ભાવિકો પર છંટાયો હતો. રંગોની સાથે એક હજાર કિલો ચૉકલેટ પણ ભક્તો પર ઉડાડવામાં આવી હતી.