અમદાવાદમાં બે સ્ટેશન ઉપરાંત આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બીલીમોરા અને વાપીમાં સ્ટેશનોનું નિર્માણકાર્ય આગળ વધી રહ્યું છે
સ્ટેશન
જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે એવી દેશની પહેલી બુલેટ ટ્રેનનાં સ્ટેશનો ઝડપભેર આકાર લઈ રહ્યાં છે. અમદાવાદમાં બે સ્ટેશન ઉપરાંત આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બીલીમોરા અને વાપીમાં સ્ટેશનોનું નિર્માણકાર્ય આગળ વધી રહ્યું છે.
મુંબઈ–અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનના કૉરિડોરમાં ૫૦૮ કિલોમીટરના અંતરમાં ૧૨ સ્ટેશનો પૈકીનાં ગુજરાતનાં આઠ સ્ટેશનોના પાયાનું કામ પૂરું થઈ ગયું છે અને સુપરસ્ટ્રક્ચરનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. અમદાવાદ, વાપી, બીલીમોરા, સુરત અને આણંદમાં રેલવે-લેવલ સ્લૅબ પૂરો થયો છે. મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન કૉરિડોરમાં કુલ ૧૨ સ્ટેશનો હશે, જેમાં ગુજરાતમાં સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બીલીમોરા અને વાપી; જ્યારે મહારાષ્ટ્રમાં ચાર સ્ટેશન હશે જેમાં મુંબઈ, બોઇસર, વિરાર અને થાણેમાં સ્ટેશન બનશે.