Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > બિલકિસ બાનો કેસ: આ કારણસર સુપ્રીમ કોર્ટે ફગાવી સમીક્ષા અરજી, દોષિતોને રાહત

બિલકિસ બાનો કેસ: આ કારણસર સુપ્રીમ કોર્ટે ફગાવી સમીક્ષા અરજી, દોષિતોને રાહત

Published : 17 December, 2022 02:00 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બિલકિસે 13 મેના રોજ સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પુનર્વિચારની માંગ કરી હતી, જેના આધારે ગુજરાત સરકારે ગેંગરેપ અને હત્યાના 11 દોષિતોને મુક્ત કર્યા હતા.

બિલકિસ બાનો (ફાઈલ તસવીર)

બિલકિસ બાનો (ફાઈલ તસવીર)


સુપ્રીમ કોર્ટ(Supreme Court)એ 2002ના ગુજરાત રમખાણ પીડિતા બિલકિસ બાનોની સમીક્ષા અરજી ફગાવી દીધી છે. બિલ્કિસે 13 મેના રોજ સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પુનર્વિચારની માંગ કરી હતી, જેના આધારે ગુજરાત સરકારે ગેંગરેપ અને હત્યાના 11 દોષિતોને મુક્ત કર્યા હતા. બિલકિસે કહ્યું કે મહારાષ્ટ્રમાં ટ્રાયલ હાથ ધરવામાં આવી હોવાથી મુક્તિના કિસ્સામાં ગુજરાતના નહીં પણ મહારાષ્ટ્રના નિયમો લાગુ થવા જોઈએ.


13 મેના રોજ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અજય રસ્તોગી અને વિક્રમ નાથની બેન્ચે એક દોષિત રાધેશ્યામ શાહની અરજી પર ચુકાદો આપતાં કહ્યું હતું કે તેને 2008માં સજા સંભળાવવામાં આવી હતી, તેથી 2014માં ગુજરાતમાં કડક નિયમો બનાવવામાં આવ્યા હતા એ નિયમો લાગુ થશે નહીં. 1992ના નિયમો લાગુ થશે. 15 ઓગસ્ટના રોજ ગુજરાત સરકારે આ આધારે 14 વર્ષની સજા પામેલા 11 લોકોને મુક્ત કર્યા હતા. 1992ના નિયમોમાં આજીવન કેદની સજા પામેલા કેદીઓને 14 વર્ષ બાદ મુક્ત કરવાની વાત કરવામાં આવી હતી. જ્યારે 2014માં લાગુ કરાયેલા નવા નિયમોમાં જઘન્ય અપરાધોના દોષિતોને આ છૂટ નકારી દેવામાં આવી છે.



આ પણ વાંચો: પીએમ મોદીની અપમાનજનક ટિપ્પણી વિરુદ્ધ BJP કરશે પૂતળા દહન, પાકિસ્તાનને લઈ આક્રોશ


2002 ની ઘટના

2002ના ગુજરાત રમખાણો દરમિયાન દાહોદ જિલ્લાના રણધિકપુર ગામના બિલ્કીસ તેના પરિવારના 16 સભ્યો સાથે ભાગી ગયા હતા અને નજીકના છાપરવાડ ગામના ખેતરોમાં છુપાઈ ગયા હતાં. 3 માર્ચ 2002ના રોજ 20 થી વધુ તોફાનીઓએ ત્યાં હુમલો કર્યો હતો. આ દરમિયાન 5 મહિનાની ગર્ભવતી બિલ્કીસ સહિત અન્ય કેટલીક મહિલાઓએ બળાત્કાર ગુજાર્યો હતો. બિલ્કીસની 3 વર્ષની પુત્રી સહિત 7 લોકોની હત્યા કરવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

17 December, 2022 02:00 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK