સુરતના જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણીએ તેમના પી. પી. સવાણી ગ્રુપ અંતર્ગત આજે અને આવતી કાલે સુરતના અબ્રામામાં પિતા વગરની ૧૧૧ દીકરીઓનાં સમૂહલગ્ન આયોજ્યાં છે.
મહેશ સવાણીએ દીકરીઓ સાથે યાદગીરીરૂપે ફોટો પડાવ્યો હતો
સુરતના જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણીએ તેમના પી. પી. સવાણી ગ્રુપ અંતર્ગત આજે અને આવતી કાલે સુરતના અબ્રામામાં પિતા વગરની ૧૧૧ દીકરીઓનાં સમૂહલગ્ન આયોજ્યાં છે. ગ્રુપ દ્વારા આ પહેલાં ૫૨૭૪ દીકરીઓનાં લગ્ન કરાવવામાં આવ્યાં છે. આ સમૂહલગ્નમાં ગુજરાતની જ નહીં પણ મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશની દીકરીઓ પણ પ્રભુતામાં પગલાં માંડશે. કુલ ૩૯ જ્ઞાતિની કન્યાઓનાં લગ્ન લેવાયાં છે. આ લગ્નમાં ચાર દીકરીઓ દિવ્યાંગ છે, જ્યારે બે મુસ્લિમ દીકરીઓ પણ આ સમૂહલગ્નમાં પરણી રહી છે. મહેશ સવાણીએ આ દીકરીઓ સાથે યાદગીરીરૂપે ફોટો પડાવ્યો હતો.