રામ મંદિર નિર્માણ માટે સૂરતે 40 કરોડથી વધારે સમર્પણ નિધિનું કર્યું દાન
ફાઇલ ફોટો
શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ દ્વારા આખા દેશમાં નિર્માણ નિધિ સંગ્રહ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે 27 ફેબ્રુઆરી એટલે કે શનિવાર સુધી ચાલશે. આ અભિયાન હેઠળ દેશના ઉદ્યોગપતિઓથી લઈને ગરીબ અને મજૂર સુધી બધાંને મંદિર નિર્માણમાં સહભાગી થવાની અપીલ કરવામાં આવી હતી. સૂત્રો પ્રમાણે અત્યાર સુધી 40 કરોડ સહિત આખા દેશમાંથી 1600 કરોડથી વધારેની રકમ એકઠી થઈ. જો કે દાનમાં મોટી સંખ્યામાં મળેલા ચેક હજી પણ પેન્ડિંગ છે.
કેટલાક દિવસો પહેલા જ રામ મંદિર તીર્થ ક્ષેત્રને કોષાધ્યક્ષ ગોવિંદદેવ ગિરિ સૂરત આવ્યા હતા. તેમણે જણાવ્યું કે સૂરત સહિત આખા દેશમાં રામ મંદિર નિર્માણ માટે સારો સહયોગ મળી રહ્યો છે. 11 ફેબ્રુઆરી સુધી 1511 કરોડની રકમ એકઠી થઈ હતી. મંદિરને મળેલા દાનની બધી માહિતી 28 ફેબ્રુઆરીના મળી શકશે.
ADVERTISEMENT
અત્યાર સુધી કોઇપણ શહેર કે પ્રદેશ પાસેથી મળેલા દાન વિશે ઑફિશિયલ માહિતી આપવામાં આવી નથી. નિધિ એકત્રિત કરવાનું અભિયાન 27 ફેબ્રુઆરી સુધી ચાલશે. તેના પછી કૂપનથી દાન સ્વીકાર કરવાનું બંધ કરી દેવામાં આવશે. ઇચ્છુક લોકો ફક્ત ઑનલાઇન દાન કરી શકશે.

