Surat Fire Brigade heroically rescue girl: અહીંના નાવડીઓ વાળા રામજી મંદિર નજીક પ્રિયા એપાર્ટમેન્ટમાં છઠ્ઠા માળનો આ ફ્લૅટ મૂર્તુજા સમીવાલા નામની યુવતીના નામે છે. થોડા દિવસ પહેલા લંડનમાં રહેતી 22 વર્ષની અહમતતુલા મુકાદમ મૂર્તુજાના આ ફ્લૅટમાં રહે છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ગુજરાતના સુરત શહેરમાં આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે. હાલમાં અહીંના એક વિસ્તારમાં આગની ઘટના બની હતી જેમાં છઠ્ઠા માળે ફસાયેલી યુવતીને ફાયર બ્રિગેડના જવાને દિલધડક રેસ્ક્યૂ કર્યું હતું. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલા પ્રિયા એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે એક ફ્લૅટમાં આગ લાગી હતી. આ આગ લગતા વિસ્તારમાં લોકો વચ્ચે ભારે ખળભળાટ મચ્યો હતો. ઇમારતના છઠ્ઠા માળે આવેલા એક ફ્લૅટમાં આગ લાગી તે દરમિયાન તેમાં લંડનથી આવેલી એક એનઆરઆઈ યુવતી હાજર હતી. જોકે આ યુવતીને આગ લાગવાની જાણ થતાં તે પોતાનો જીવ બચાવવા માટે ફ્લૅટના બારીમાંથી બહાર નીકળીને એસીના કમ્પ્રેસર પર ચડી ગઈ હતી. શહેરના ફાયર બ્રિગેડ વિભાગને આગની માહિતી મળતા તેઓ તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ફ્લૅટમાં ફસાયેલી યુવતીનું રેસ્ક્યૂ કર્યું હતું.
ADVERTISEMENT
અહીંના નાવડીઓ વાળા રામજી મંદિર નજીક પ્રિયા એપાર્ટમેન્ટમાં છઠ્ઠા માળનો આ ફ્લૅટ મૂર્તુજા સમીવાલા નામની યુવતીના નામે છે. થોડા દિવસ પહેલા લંડનમાં રહેતી 22 વર્ષની અહમતતુલા મુકાદમ મૂર્તુજાના આ ફ્લૅટમાં રહેવા આવી હતી. અહમત ફ્લૅટમાં એકલી રહેતી હતી. દરમિયાન 11.27 વાગ્યે ઘરમાં રહેલા વૉશિંગ મશીનમાં શૉર્ટ સર્કિટ થતાં તેમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગતાં તે સંપૂર્ણ ઘરમાં ફેલાઈ હતી. વૉશિંગ મશીનમાં આગ લાગવાના થોડા જ સમયમાં આગ ખૂબ જ મોટી બની ગઈ હતી. આ સાથે વૉશિંગ મશીનની નજીક એક લાકડાના કબાટ અને તેના પર કેટલાક ચોપડાઓ રાખ્યા હતા જેના કારણે ફ્લૅટમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. આગથી બચવા માટે આ યુવતી બારીમાંથી બહાર નીકળી હતી અને એસીના કમ્પ્રેસર પર ઉભી રહી ગઈ હતી અને મદદ માટે બૂમો પાડી રહી હતી. આગની ઘટના અંગે આસપાસના પરિસરના લોકોને જાણ થતાં તેઓએ તરત જ અગ્નિશમન વિભાગને જાણ કરવામાં આવી હતી. જે બાદ ફાયર વિભાગની છ ગાડીઓ, એક હાઇડ્રોલિક અને એક ટીટીએલ મશીન ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
View this post on Instagram
ફ્લૅટમાં આગને કારણે ધુમાડો ફેલાઈ ગયો હોવાથી એક અધિકારી સહિત ચાર જવાનો ઑક્સિજન માસ્ક પહેરીને ફ્લૅટમાં પહોંચ્યા હતા. ત્યારબાદ આગ પર થોડો કાબૂ મેળવ્યા બાદ તેમણે પહેલા યુવતીને રેસ્ક્યુ કરીને સીડીથી નીચે ઉતારી હતી આવી. લગભગ એક કલાકની મહેનત બાદ ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ સાથે જ રેસ્ક્યૂ કરવામાં આવેલી યુવતીને તાત્કાલિક સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ફ્લૅટમાં આગને લીધે ત્યાં રહેલા લાકડાના કબાટ વૉશિંગ મશીન સહિતનો મોટા ભાગનો સામાન બાળીને ખાખ થઈ ગયો હતો. ઘરમાં રહેલા સામાન બળી જતાં ભારે નુકસાન થયું છે, એમ અધિકારીએ માહિતી આપી હતી. ફ્લૅટમાં આગની ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા ફાયર વિભાગે પણ રાહતનો શ્વાસ લીધો હતો.