Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સુરતમાં રેવ પાર્ટી પર પોલીસની રેઇડ, નવ મહિલા અને પાંચ પુરુષો ઝડપાયાં

સુરતમાં રેવ પાર્ટી પર પોલીસની રેઇડ, નવ મહિલા અને પાંચ પુરુષો ઝડપાયાં

Published : 22 October, 2024 08:18 AM | IST | Surat
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોલીસે દારૂ, ડ્રગ્સ, ગાંજા સહિત ૪,૬૩,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


સુરતમાં મગદલ્લા વિસ્તારમાં જલારામ કુટિર ખાતે દારૂ, ડ્રગ્સ, ગાંજા સાથે મહિલાઓ અને પુરુષો સાથે મળીને પાર્ટી કરી રહ્યાં હતાં એ સમયે જ સુરત પોલીસે રેઇડ કરીને ૯ મહિલા અને પાંચ પુરુષો સાથે ૧૪ વ્યક્તિને ઝડપી લીધી હતી.


જલારામ કુટિર ફલૅટમાં રહેતી વ્યક્તિએ તેના મિત્રોને બોલાવીને ફ્લૅટમાં જ સાથે મળીને કોઈ પણ જાતના ડર વગર મેફેડ્રોન ડ્રગ્સ, હાઇબ્રિડ ગાંજો, વિદેશી દારૂ તેમ જ સિગારેટની મહેફિલ જમાવી હતી. આ પાર્ટીની જાણ સુરત ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID)ના નાર્કોટિક્સ સેલને થતાં એણે ફ્લૅટ પર પહોંચીને રેઇડ પાડી હતી. પોલીસે દારૂ, ડ્રગ્સ, ગાંજા સહિત ૪,૬૩,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

22 October, 2024 08:18 AM IST | Surat | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK