Surat Stone Pelting: સૂરતના સૈયદપુરા વિસ્તારમાં રવિવારે મોડી રાતે ગણેશ પંડાલ પર પત્થરમારાને કારણે અશાંતિનો માહોલ હતો. પત્થરમારાની ઘટના વિરુદ્ધ ગુસ્સે ભરાયેલા સ્થાનિક લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને વ્યાપક વિરોધ પ્રદર્શન કર્યું.
પ્રતીકાત્મક તસવીર
Surat Stone Pelting: સૂરતના સૈયદપુરા વિસ્તારમાં રવિવારે મોડી રાતે ગણેશ પંડાલ પર પત્થરમારાને કારણે અશાંતિનો માહોલ હતો. પત્થરમારાની ઘટના વિરુદ્ધ ગુસ્સે ભરાયેલા સ્થાનિક લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને વ્યાપક વિરોધ પ્રદર્શન કર્યું. પત્થરમારાની ઘટનાથી ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓએ સ્થાનિક પોલીસ સ્ટેશન પર ધરણાં આપ્યા અને તરત ન્યાયની માગ કરી. પોલીસે આ મામલે 30થી વધારે લોકોની ધરપકડ કરી.
ગુજરાતમાં સૂરતના સૈયદપુરા વિસ્તારમાં રવિવારે રાતે ગણેશ પંડાલ પર પત્થરમારો કર્યો. ત્યાર બાદ બન્ને પક્ષોમાં લડાઈ ન થઈ જાય, આ માટે પોલીસે ઘટનાસ્તળે પહોંચીને ઘટનાને શાંત પાડી. તો આ મામલે 30થી વધારે લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. સોમવારે સવારે પ્રશાસને જ્યાંથી પત્થરમારો થયો હતો, ત્યાંથી ગેરકાયદે અતિક્રમણ ખસેડી દેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
વહીવટીતંત્રનું બુલડોઝર
સુરતના ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે રવિવારે અહીં પથ્થરમારો થયો હતો અને રાતથી પોલીસ તૈનાત છે. હવે સ્થિતિ શાંતિપૂર્ણ છે. અમે વિસ્તારને સંપૂર્ણપણે કોર્ડન કરી લીધો છે. લોકો હવે શાંતિથી જીવી રહ્યા છે. આ વિસ્તારમાં ગેરકાયદેસર અતિક્રમણ પણ દૂર કરવામાં આવ્યું છે.
પોલીસે લાઠીચાર્જ કર્યો હતો
સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો થતાં વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. પથ્થરમારાની ઘટના સામે રોષે ભરાયેલા સ્થાનિક લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેનો ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. વધતી ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો હતો.
શાંતિ ભંગ કરનારાઓ સામે કાર્યવાહી
ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે પથ્થરબાજીમાં છ લોકો સામેલ હતા. સંઘવીએ મીડિયા બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે કૃત્યને ઉશ્કેરવાના આરોપમાં અન્ય 27 લોકોની સાથે તમામ છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમણે લોકોને આશ્વાસન આપ્યું કે તપાસ ચાલી રહી છે અને જે કોઈ પણ શાંતિ ભંગ કરશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત
તેમણે કહ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે સુરતના તમામ વિસ્તારોમાં પોલીસ તૈનાત છે. વધારાની વિગતો આપતાં સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે જણાવ્યું હતું કે પ્રારંભિક પથ્થરમારો બાળકોના જૂથ દ્વારા કરવામાં આવ્યો હતો, જે પછી મોટી અથડામણ થઈ હતી. પોલીસે તરત જ સામેલ લોકોને કસ્ટડીમાં લીધા હતા. શાંતિ જાળવવા માટે 1000 પોલીસ કર્મચારીઓને ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે.
દેશભરમાં ચાલી રહેલી બુલડોઝરની કાર્યવાહીનો મામલો સોમવારે (2 સપ્ટેમ્બર 2024) સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. ઉદયપુરમાં છરાબાજીના આરોપી બાળકના પિતાના ઘર પર બુલડોઝર ચલાવવાના કેસ (Bulldozer Action)ની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરી છે. સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, “નગરપાલિકાના નિયમો અનુસાર ગેરકાયદે બાંધકામને નોટિસ આપીને જ તોડી શકાય છે. એટલા માટે નહીં કે કોઈના પર કોઈ ગુનાનો આરોપ છે.” તેના પર કોર્ટે કહ્યું કે, “આ સંબંધમાં કેટલીક માર્ગદર્શિકા નક્કી કરવાની જરૂર છે, જેનું તમામ રાજ્યોએ પાલન કરવું જોઈએ.”