મોરારીબાપુએ સૌરઊર્જા માટેની કામગીરીની શરૂઆત કરાવીને કહ્યું હતું કે સૂર્યવંદના માત્ર પુસ્તકોમાં ન રહે,
મોરારીબાપુએ સૌરઊર્જા માટેની પૅનલની પ્લેટને વેલ્ડિંગનો ટાંકો મારીને સૌરઊર્જાની કામગીરીનો શુભારંભ કરાવ્યો હતો.
સૌરાષ્ટ્રના મહુવા પાસે આવેલા વિખ્યાત કથાકાર મોરારીબાપુના વતન તલગાજરડા ગામે હવે સૌરઊર્જા ગામ બનવા તરફ પ્રયાણ કર્યું છે. મોરારીબાપુએ સોલર પૅનલની પ્લેટને વેલ્ડિંગનો ટાંકો મારીને પોતાના ગામમાં સૌરઊર્જાના પ્રકલ્પનો શુભારંભ કરાવ્યો હતો. મોરારીબાપુની પ્રેરણાથી તેમના વતન તલગાજરડામાં સૌરઊર્જાથી પણ વીજળી મળે એ માટે પૅનલો લગાવવાની કામગીરી દાતા ઘનશ્યામભાઈ શંકરના સહયોગથી શરૂ થઈ છે. શરૂઆતમાં ગામનાં ૪૦૦ ઘર પર સોલર પૅનલો લાગશે અને આ ૪૦૦ પરિવારોને ફ્રીમાં સૌરઊર્જા માટેનાં ઉપકરણો લગાડી આપવામાં આવશે. મોરારીબાપુએ સૌરઊર્જા માટેની કામગીરીની શરૂઆત કરાવીને કહ્યું હતું કે સૂર્યવંદના માત્ર પુસ્તકોમાં ન રહે, પરંતુ સૂર્યકૃપા સૌને ફળે એ માટેનો સ્તુત્ય પ્રયાસ રાષ્ટ્ર માટે પણ પ્રેરણાદાયી છે.

