સિઆમ સિમેન્ટ બિગબ્લોક કન્સ્ટ્રક્શને ગુજરાતના ખેડામાં ભારતના પ્રથમ એએસી વોલ પ્લાન્ટનું કોમર્શિયલ પ્રોડક્શન શરૂ કર્યું
સંયુક્ત સાહસનું લક્ષ્યાંક ટેક્નો-કોમર્શિયલ નોલેજ શેર કરવાનું અને ભારતીય બજારોમાં આધુનિક બિલ્ડિંગ મટિરિયલ્સને લોન્ચ કરવાનું પણ છે
વાર્ષિક 2.5 લાખ ક્યુબિક મીટરની ક્ષમતા ધરાવતા ખેડા યુનિટમાં લગભગ રૂ. 65 કરોડનું રોકાણ કર્યું.
મુખ્ય બાબતોઃ
ADVERTISEMENT
- ભારતનો પ્રથમ એએસી વોલ પ્લાન્ટ શરૂ કર્યો, 8-12 ફૂટની લાર્જ ફોર્મેટ એએસી વોલ પ્રોડક્ટ્સ રજૂ કરશે
- અમદાવાદ નજીક ખેડા ખાતે આ સંયુક્ત સાહસનો પ્લાન્ટ ભારતમાં એસસીજી ગ્રુપનું પ્રથમ રોકાણ છે
- જરૂરી મંજૂરીઓ પછી ખેડા પ્લાન્ટને બીજા તબક્કામાં વાર્ષિક 5 લાખ સીબીએમ સુધી વિસ્તારી શકાય છે
- સિઆમ સિમેન્ટ બિગબ્લોક કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ એ 52:48 સંયુક્ત સાહસ કંપની છે, બિગબ્લોક કન્સ્ટ્રક્શન તેમાં 52 ટકા તથા એસસીજી ઈન્ટરનેશનલ 48 ટકા હિસ્સો ધરાવે છે
- સંપૂર્ણ ક્ષમતાએ પ્લાન્ટ લગભગ રૂ. 100 કરોડની વાર્ષિક આવક ઊભી કરે તેવી સંભાવના છે
સંયુક્ત સાહસનું લક્ષ્યાંક ટેક્નો-કોમર્શિયલ નોલેજ શેર કરવાનું અને ભારતીય બજારોમાં આધુનિક બિલ્ડિંગ મટિરિયલ્સને લોન્ચ કરવાનું પણ છે
અમદાવાદ, 14 જૂન, 2024 – ગુજરાત સ્થિત બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડ અને થાઈલેન્ડની એસસીજી ઇન્ટરનેશનલ કોર્પોરેશન કંપની લિમિટેડ (એસસીજી ઇન્ટરનેશનલ) વચ્ચેના સંયુક્ત સાહસ સિઆમ સિમેન્ટ બિગબ્લોક કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડે ગુજરાતના ખેડામાં તેના પહેલા પ્લાન્ટનો કોમર્શિયલ પ્રોડક્શન સાથે તેની ભારતની કામગીરીનો પ્રારંભ કર્યો છે. ભારતીય બજાર માટે આગામી પેઢીના વોલિંગ સોલ્યુશન્સ લોન્ચ કરવાના વિઝન સાથે આ સંયુક્ત સાહસે અમદાવાદ નજીક ખેડા જિલ્લા (ગુજરાત)માં ભારતના પ્રથમ એએસી વોલ પ્લાન્ટ સહિત વાર્ષિક 2.5 લાખ ક્યુબિક મીટરની ક્ષમતાનો પ્રોજેક્ટ ઊભો કરવા માટે લગભગ રૂ. 65 કરોડનું રોકાણ કર્યું છે. આ એએસી વોલનું ‘ZMARTBUILD WALL by NXTBLOC’ બ્રાન્ડ હેઠળ માર્કેટિંગ કરાશે. સંયુક્ત સાહસ કંપની એએસી બ્લોક્સનું પણ ઉત્પાદન કરશે.
અતિથિ વિશેષ ભારત ખાતેના થાઈલેન્ડના રાજદૂત માનનીય સુશ્રી પત્તારત હોંગટોંગે, એસસીજી ઇન્ટરનેશનલ તથા બિગબ્લોક કન્સ્ટ્રક્શનના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં 10 જૂન, 2024ના રોજ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
બિગબ્લોક કન્સ્ટ્રક્શને અમદાવાદ નજીક ખેડા જિલ્લામાં (ગુજરાતમાં) એએસી વોલ્સ અને એએસી બ્લોક્સ માટે અત્યાધુનિક ઉત્પાદન એકમ ઊભું કરવા માટે થાઈલેન્ડની એસસીજી ઇન્ટરનેશનલ સાથે વ્યૂહાત્મક સંયુક્ત સાહસની રચના કરી હતી. 1913માં સ્થપાયેલી એસસીજી એ થાઈલેન્ડ અને દક્ષિણપૂર્વ એશિયામાં સૌથી મોટી સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપનીઓ પૈકીની એક છે જે સિમેન્ટ, કન્સ્ટ્રક્શન મટિરિયલ્સ, પેકેજિંગ, કેમિકલ્સ અને બીજા અનેક વિવિધ વર્ટિકલ્સ ધરાવે છે તથા અનેક મલ્ટીનેશનલ કંપનીઓ સાથે અનેક સંયુક્ત સાહસો સાથે 22થી વધુ દેશોમાં હાજરી ધરાવે છે.
બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી નરેશ સાબૂએ જણાવ્યું હતું કે “આ સંયુક્ત સાહસ એક સામાન્ય બિઝનેસ જોડાણથી પણ આગળ વધે છે, જે બન્ને દેશો અને સંસ્કૃતિઓ વચ્ચેના સંબંધને વધુ મજબૂત કરશે. પ્લાન્ટમાં બાંધકામની કામગીરી સપ્ટેમ્બર 2023માં શરૂ થઈ હતી અને એક વર્ષની અંદર ઉત્પાદન કામગીરી શરૂ કરવામાં આવી હતી જેણે ભારતના એએસી ઉદ્યોગમાં એક નોંધપાત્ર રેકોર્ડ સ્થાપ્યો હતો. આગળ જતાં એસસીજી અને બિગબ્લોક ભારતમાં સપ્લાય ચેઇનને મજબૂત કરવા, એકબીજાની ક્ષમતાઓનો લાભ લેવા અને કન્સ્ટ્રક્શન ઉદ્યોગમાં અસાધારણ સોલ્યુશન્સ પૂરા પાડવા માટે સાથે મળીને બિલ્ડિંગ મટિરિયલ સોલ્યુશન્સ પૂરા પાડવા માટે કામ કરશે. સંયુક્ત સાહસના બંને પક્ષકારો તરફથી મંજૂરી મળ્યા બાદ પ્રોજેક્ટમાં બીજા તબક્કામાં દર વર્ષે 5 લાખ ક્યુબિક મીટર સુધી વિસ્તરણ કરવાની ક્ષમતા છે.”
ટકાઉ અને નોન-ટોક્સિક કન્સ્ટ્રક્શન મટિરિયલ એવા એએસી બ્લોક્સ અને એએસી વોલ્સ ઓછા વજન સાથે સાઉન્ડપ્રૂફ અને અગ્નિ પ્રતિરોધક પણ છે. તે પરંપરાગત ઇંટોની તુલનામાં શ્રેષ્ઠ બિલ્ડ ક્વોલિટી, પર્યાવરણને અનુકૂળ અને કિફાયતીપણું પણ પ્રદાન કરે છે.
ગુજરાતના ખેડામાં સંયુક્ત સાહસનો આ પ્લાન્ટ ભારતનો પ્રથમ એએસી વોલ પ્લાન્ટ પણ હશે. કંપની ભારતીય બજારો માટે 3-8 ઇંચની જાડાઈ, 8-12 ફૂટની લંબાઈ અને 2 ફૂટ પહોળાઈની લાર્જ ફોર્મેટ એએસી વોલ પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી લોન્ચ કરશે. આ પ્લાન્ટ રોજગારીની 250 જેટલી તકો ઊભી કરશે અને સંપૂર્ણ ક્ષમતાએ પહોંચ્યા બાદ વર્ષે આશરે રૂ. 1,00 કરોડની આવક ઊભી કરે તેવી અપેક્ષા છે. આ સંયુક્ત સાહસનો ઉદ્દેશ ટેકનો-કોમર્શિયલ નોલેજ શેર કરવાનો, કન્સ્ટ્રક્શન ઉદ્યોગમાં પરસ્પર વિકાસ અને સહકારને પ્રોત્સાહન આપવાનો અને ભારતીય બજારોમાં નવા યુગની બિલ્ડિંગ મટિરિયલ્સ પૂરી પાડવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.
એસસીજી ઇન્ટરનેશનલના ઇન્ટરનેશનલ બિઝનેસના વડા અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી અભિજિત દત્તાએ જણાવ્યું હતું કે, “એસસીજીની એક સદી જૂની નિપુણતા અને અદ્યતન ટેક્નોલોજી અને બિગબ્લોકની સ્થાનિક બજારની ઊંડી સમજણ સાથે અમે આ જોડાણથી ભારતના કન્સ્ટ્રક્શન ઉદ્યોગ પર નોંધપાત્ર અસર કરવા માટે તૈયાર છીએ. પરવડે તેવા અને ટકાઉ કન્સ્ટ્રક્શન સોલ્યુશન્સ પૂરા પાડીને અમે ગર્વથી `ZMARTBUILD WALL by NXTBLOC` રજૂ કરીએ છીએ જે આવતી પેઢીના વિશ્વ કક્ષાના વોલિંગ
સોલ્યુશન્સ છે. આ અભૂતપૂર્વ સાહસ ન કેવળ નવા માપદંડો સ્થાપિત કરે છે પરંતુ તે એક સમયે એક દિવાલના સૂત્ર સાથે ભારતમાં કન્સ્ટ્રક્શન ક્ષેત્રને પુનઃવ્યાખ્યાયિત કરે છે.”
2015માં સ્થપાયેલી બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડ એએસી બ્લોક સ્પેસમાં સૌથી મોટી પૈકીની અને એકમાત્ર લિસ્ટેડ કંપની છે. બિગબ્લોક ત્રણ એએસી બ્લોક પ્લાન્ટ ધરાવે છે: એક પ્લાન્ટ વલસાડ જિલ્લાના ઉમરગાંવ, બીજો મહારાષ્ટ્રના વાડા ખાતે અને ત્રીજો પ્લાન્ટ ગુજરાતના ખેડામાં કપડવંજ ખાતે આવેલો છે. ખેડામાં નવું યુનિટ એ કંપનીનો ચોથો પ્લાન્ટ છે, જે એએસી બ્લોક્સ અને નવીન એએસી વોલ, જે ZmartBuild વોલ તરીકે ઓળખાય છે, બંનેના ઉત્પાદન માટે અનન્ય રીતે સજ્જ છે. આ સંયુક્ત સાહસ સાથે કંપનીની વાર્ષિક ક્ષમતા વધીને વર્ષે 1.3 મિલિયન સીબીએમ થઈ છે. કાર્બન ક્રેડિટ જનરેટ કરનારી એએસી ઉદ્યોગમાં તે બહુ ઓછી કંપનીઓમાંની એક છે.
Video Links:-
SIAM Cement BigBloc Construction Factory at Kheda, Gujarat - https://www.youtube.com/watch?v=NnRsRCcYOAY
How to install ZMARTBUILD WALL by NXTBLOC - https://www.youtube.com/watch?v=b1BJC6508rs