૨૦ હજાર લોકો બેસી શકે એવી ક્ષમતા : મહંતસ્વામી મહારાજે રાજચંદ્રજીની ૩૪ ફુટ ઊંચી પ્રતિમાનાં દર્શન કરી પ્રક્ષાલપૂજા કરી
શ્રીમદ્ રાજચંદ્ર મિશનના સંસ્થાપક ગુરુદેવ રાકેશજી અને બીએપીએસના વડા મહંતસ્વામી મહારાજે રાજસભાગૃહનું લોકાર્પણ કર્યું હતું.
અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં ધરમપુર ખાતે આવેલા શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં જ્ઞાન, ધ્યાન અને સત્સંગના સંકુલ એવા રાજસભાગૃહનું શ્રીમદ્ રાજચંદ્ર મિશનના સંસ્થાપક ગુરુદેવ રાકેશજી અને બીએપીએસના વડા મહંતસ્વામી મહારાજે લોકાર્પણ કર્યું હતું.
શ્રીમદ્ રાજચંદ્ર મિશનના આમંત્રણને સ્વીકારીને ૯૧ વર્ષની વયે પણ મહંતસ્વામી મહારાજ લોકાર્પણ પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે અહીં શ્રીમદ્ રાજચંદ્રજીની ૩૪ ફુટ ઊંચી પ્રતિમાનાં દર્શન કર્યાં હતાં અને પ્રક્ષાલપૂજા કરી હતી. આ પ્રસંગે આશીર્વચન આપતાં મહંતસ્વામી મહારાજે કહ્યું હતું કે ‘શ્રીમદ્ રાજચંદ્રજી ખૂબ મહાન પુરુષ હતા. તેમનું કાર્ય ગુરુદેવ રાકેશજીએ સુંદર રીતે આગળ વધાર્યું છે.’ ૧૦ એકર વિસ્તારમાં અને ૨૦ હજાર લોકો બેસી શકે એવી ક્ષમતા ધરાવતું રાજસભાગૃહ વિશાળ સંકુલ છે.