પાંચ દિવસ સુધી ચાલનારા અને માધવપુરના મેળા તરીકે જાણીતા આ મેળામાં મહાલવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઊમટશે
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
સૌરાષ્ટ્રના માધવપુરમાં આજથી ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીના વિવાહનો લોકોત્સવ ઊજવાશે. પાંચ દિવસ સુધી ચાલનારા અને માધવપુરના મેળા તરીકે જાણીતા આ મેળામાં મહાલવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઊમટશે. જિલ્લા કલેક્ટર અશોક શર્માએ કહ્યું હતું કે માધવપુરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીના વિવાહ પ્રસંગે એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર લોકમેળો યોજાશે. પ્રથમ દિવસે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય કાયદાપ્રધાન કિરેન રિજિજુ સહિતના મહાનુભાવો પધારશે અને સાંજે ૬ વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે.