મંદિરમાં સવારે સાડાપાંચ વાગ્યે મંગળા આરતી તથા સવારે ૭ વાગ્યે શણગાર આરતી કરવામાં આવી હતી
સાળંગપુરના હનુમાન મંદિરમાં અનનાસ જેવો શણગાર
અમદાવાદ : વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં આવેલા શ્રી કષ્ટભંજનદેવ હનુમાન મંદિરમાં શ્રી હનુમાનદાદાના સિંહાસનની આસપાસ ૪૦૦ કિલો અનનાસ અને ૨૦૦ કિલો સંતરાંનો શણગાર કર્યો હતો અને અન્નકૂટ ધરાવ્યો હતો. મંદિરમાં સવારે સાડાપાંચ વાગ્યે મંગળા આરતી તથા સવારે ૭ વાગ્યે શણગાર આરતી કરવામાં આવી હતી. હનુમાનદાદાના સિંહાસનને ૪૦૦ કિલો અનનાસ વડે અનનાસ જેવો અનોખો શણગાર કરાતાં ભાવિકો શણગારને જોતા રહી ગયા હતા અને આશ્ચર્ય પામી ગયા હતા. ભાવિકોએ હનુમાનદાદાનાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.