જે સ્થાનક પર અનાજ ક્યારેય ખૂટતું નથી એ પવિત્ર સ્થળે આજે સંત વિભૂતિ જલારામબાપાની ૨૨૫મી જન્મજયંતી હર્ષોલ્લાસ સાથે ઊજવવા બાપાના ભક્તોમાં થનગનાટ
વીરપુરની શેરીઓ અને બજારમાં રોશનીનો ઝગમગાટ. (તસવીર: કિશનસિંહ મોરબિયા, વીરપુર)
જે સ્થાનક પર અનાજ ક્યારેય ખૂટતું નથી એ પવિત્ર સ્થળે આજે સંત વિભૂતિ જલારામબાપાની ૨૨૫મી જન્મજયંતી હર્ષોલ્લાસ સાથે ઊજવવા બાપાના ભક્તોમાં થનગનાટ ઃ વીરપુરમાં ઘરે-ઘરે રંગોળી-રોશનીનો ઝગમગાટ ઃ કોઈકે એક-એક કિલોની ૨૨૫ કેક બનાવી તો કોઈકે ૨૨૫ કિલો બુંદી-ગાંઠિયા તૈયાર કરાવ્યાં ઃ અખૂટ આસ્થાના અવિસ્મરણીય સ્થાનક જલારામબાપાના વીરપુરમાં ઊમટ્યો છે માનવમહેરામણ