Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > જાણીતા ઇન્ફર્ટિલિટી એક્સપર્ટ ડૉ. ગાયત્રી ઠાકરના નેતૃત્વમાં જામનગરમાં સમર્થ IVFનું નવું કેન્દ્ર શરૂ કરાયું

જાણીતા ઇન્ફર્ટિલિટી એક્સપર્ટ ડૉ. ગાયત્રી ઠાકરના નેતૃત્વમાં જામનગરમાં સમર્થ IVFનું નવું કેન્દ્ર શરૂ કરાયું

Published : 13 November, 2024 06:10 PM | IST | Jamnagar
Bespoke Stories Studio | bespokestories@mid-day.com

ભારતની સૌથી ઝડપથી વિકસતી IVF ટ્રીટમેન્ટ ચેઇનમાંની એક સમર્થ IVF દ્વારા જામનગરમાં તેના અત્યાધુનિક ફર્ટિલિટી સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે.

જાણીતા ઇન્ફર્ટિલિટી એક્સપર્ટ ડૉ. ગાયત્રી ઠાકર

જાણીતા ઇન્ફર્ટિલિટી એક્સપર્ટ ડૉ. ગાયત્રી ઠાકર


ભારતની સૌથી ઝડપથી વિકસતી IVF ટ્રીટમેન્ટ ચેઇનમાંની એક સમર્થ IVF દ્વારા જામનગરમાં તેના અત્યાધુનિક ફર્ટિલિટી સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે. જાણીતા વંધ્યત્વ નિષ્ણાંત ડો.ગાયત્રી ઠાકરની આગેવાની હેઠળ શરૂ કરાયેલા આ કેન્દ્રનો ઉદ્દેશ્ય જામનગરના લોકોને વિશ્વ કક્ષાની વંધ્યત્વની એવી સારવાર આપવાનો છે જેમાં માત્ર અદ્યતન ટેકનોલોજી જ નહીં પરંતુ માતા-પિતા બનવાના સપનાને સાકાર કરવા ઇચ્છતા લોકોની ભાવનાત્મક સાથે વ્યક્તિગત સંભાળ પણ હોય.


આ સમારંભનું ઉદ્ઘાટન માનનીય સાંસદ શ્રી પૂનમ બેન માડમ દ્વારા કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન તરીકે બોલતા તેમણે જણાવ્યું હતું કે, વંધ્યત્વના વધતા જતા કેસોના આ યુગમાં સરળતાથી ઉપલબ્ધ સારવારની જરૂર છે. તેમણે વંધ્યત્વના વધતા કેસો પાછળના કારણો તરીકે જીવનશૈલી અને મોટી ઉંમરે લગ્ન જેવા પરિબળોને ટાંક્યા હતા. ડો.ગાયત્રી ઠાકરના વખાણ કરતાં જણાવ્યું હતું કે જામનગરમાં સમર્થ IVF જેવી રાષ્ટ્રીય બ્રાન્ડ લાવવાથી શહેરના લોકો વંધ્યત્વની આધુનિક સારવાર સરળતાથી મેળવી શકશે.



આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોમાં કેબિનેટ મંત્રી (કૃષિ), ગુજરાત, શ્રી રાઘવજીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી (વન અને પર્યાવરણ), ગુજરાત, શ્રી મૂળુભાઈ બેરા, ધારાસભ્ય, દેવભૂમિ દ્વારકા શ્રી પબુભા માણેક ઉપરાંત જામનગરના ધારાસભ્ય શ્રીમતી રીવાબા જાડેજા, શ્રી દિવ્યેશ ભાઈ અકબરી અને શ્રી મેઘજીભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. જામનગરના ડેપ્યુટી મેયર શ્રી ક્રિષ્નાબા સોઢા તથા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશ ભાઈ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા, એમ.પી. શાહ મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગના અધ્યક્ષ અને IMAના પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો.વિજયભાઈ પોપટ પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રણામી સંપ્રદાયના આદરણીય જગદગુરુ આચાર્ય શ્રી 108 કૃષ્ણમણિ મહારાજે આ પ્રસંગે આશીર્વાદ આપીને આ પ્રસંગનું આધ્યાત્મિક મહત્વ વધાર્યું હતું.


ડો. વિજય પોપટની આગેવાની હેઠળની ટીમ IMA (ઇન્ડિયન મેડિકલ એસોસિએશન) અને જામનગરના ડોકટરો અને અગ્રણી નાગરિકોએ જામનગરના આરોગ્યસંભાળ ક્ષેત્રે આ મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સિદ્ધિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. માનનીય ધારાસભ્ય શ્રીમતી રીવાબા જાડેજા અને શ્રી મેઘજીભાઈ ચાવડાએ પણ ડૉ. ગાયત્રી ઠાકર સાથેના સમર્થ IVF ના જોડાણની પ્રશંસા કરી અને કહ્યું કે આનાથી વ્યાપક સમાજને વિશેષ સારવાર મળશે જેનો લાભ સ્થાનિક લોકોને થશે. જામનગરના ડેપ્યુટી મેયર શ્રી ક્રિષ્નાબા સોઢા અને જામનગર શહેર ભાજપ પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરાએ સમર્થ આઈવીએફ દ્વારા જામનગરમાં લાવવામાં આવેલી વૈજ્ઞાનિક પ્રગતિની પ્રશંસા કરી હતી. આ લોન્ચમાં સમર્થ IVFના સહ-સ્થાપકો ડૉ. આતિશ લઢ્ઢા, ડૉ. હર્ષલતા લઢ્ઢા અને ડૉ. કીર્તિ પાર્થીકર એ પણ હાજરી આપી હતી કે જેઓ સંસ્થાને વંધ્યત્વ કેરના ક્ષેત્રમાં સતત સફળતા તરફ દોરી રહ્યા છે. હવે નવા જામનગર કેન્દ્રની શરૂઆત સાથે સમર્થ IVF સમગ્ર ભારતમાં પરિવારોને નૈતિક અને પારદર્શક સારવાર પૂરી પાડવાની તેની પ્રતિબદ્ધતાને વિસ્તારી કરી રહ્યું છે. આ લોન્ચ IVF ની પહોંચને વધારીને લોકોના જીવનમાં પરિવર્તન લાવવાના તેના મિશનને આગળ ઘપાવવા માટેની સમર્થની યાત્રામાં એક મહત્વપૂર્ણ પગલું છે.


Whatsapp-channel Whatsapp-channel

13 November, 2024 06:10 PM IST | Jamnagar | Bespoke Stories Studio

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK