Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ઘૂંટણના ખ્યાતનામ સર્જન ડો. મનુ શર્માએ ગુજરાતને રાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવ્યું

ઘૂંટણના ખ્યાતનામ સર્જન ડો. મનુ શર્માએ ગુજરાતને રાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવ્યું

Published : 01 October, 2024 06:15 PM | IST | Surat
Brand Media | brandmedia@mid-day.com

ગુજરાતમાં ઘૂંટણ સર્જરી ક્ષેત્રે નવી કેડી કંડારનારા ડો. શર્માને હવે રાષ્ટ્રીય ઓળખ મળી

આ એવોર્ડ મારા 13000થી વધુ દર્દીઓના આશીર્વાદનું ફળ છેઃ ડો. શર્મા

આ એવોર્ડ મારા 13000થી વધુ દર્દીઓના આશીર્વાદનું ફળ છેઃ ડો. શર્મા


અમદાવાદ, 01 ઓક્ટોબર: ઘૂંટણની સર્જરીમાં ગુજરાતમાં અગ્રણી સ્થાન ધરાવતા શેલ્બી હોસ્પિટલ (Shalby Hospital) સુરતના ડો. મનુ શર્માએ (Dr. Manu Sharma) રાજ્યનું નામ રાષ્ટ્રીય સ્તરે ચમકાવ્યું છે. દિલ્હીમાં યોજાયેલા એવોર્ડ સમારંભમાં કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાના હસ્તે તેમને ભારત કે રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.


25 સપ્ટેમ્બર, 2024ના રોજ દિલ્હી મા યોજાયેલા એક ભવ્ય સમાંરભમાં ડો. મનુ શર્માને ઘૂંટણની સર્જરીમાં તેમના અનન્ય યોગદાન બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ડો. મનુ શર્માએ એકલાહાથે 13 હજાર ઘૂંટણની સફળ સર્જરીનો રેકોર્ડ કરી ક્ષેત્રમાં નવી કેડી કંડારી છે. તેમની ખાસિયત છે કે જે ઝીરો ટેક્નિકથી ઓપરેશન કરે છે જેમાં દર્દ થતું નથી. ઓપરેશન પછી વ્યક્તિ સ્વિમિંગ કે ઘોડેસવારી જેવા અઘરાં મનાતા કામો પણ કરી શકે છે.



ડો. શર્મા કહે છે કે તેઓ ગુજરાત અને ખાસ કરીને સૂરતને ઘૂંટણની સર્જરીનું ઇન્ટરનેશનલ સેન્ટર બનાવવા માગે છે. દુનિયાની લગભગ તમામ પ્રકારની ટેક્નોલોજી હવે અહીં પ્રાપ્ય છે. દુનિયાભરમાંથી ગુજરાતના NRI લોકો જ્યારે વતન આવે છે ત્યારે સર્જરી કરાવવા સુરત, વડોદરા કે અમદાવાદ આવવા લાગ્યા છે.


એવોર્ડ અંગે વાત કરતા ડો. શર્મા કહે છે કે મારા 13000થી વધુ દર્દીઓના આશીર્વાદથી મને સન્માન મળ્યું છે. હું  દરરોજ 3 જેટલા ઓપરેશન્સ જરૂરિયાતમંદ લોકોના ઓછા ખર્ચ માં પણ કરૂં છું. તેમની વિશેષ દુવાઓ મને મળી હશે.  તેઓ હાલમાં પશ્ચિમ ભારતમાં સૌથી વધુ સંખ્યામાં ઘૂટણના ઓપરેશન કરનાર તબીબ હોવાનું ગૌરવ ધરાવે છે.

ડો. મનુ શર્મા જર્મની અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોથી ઘૂંટણની લેટેસ્ટ સર્જરીનું જ્ઞાન મેળવીને ડિગ્રી લઇ ચૂક્યા છે. તેમની સેવાઓ બદલ અગાઉ પણ  તેઓ ઘણીવાર સન્માનિત થઇ ચૂક્યા છે. પરંતુ સન્માનથી તેમની પ્રતિભાને રાષ્ટ્રીય સ્તરે ઓળખાણ મળવા સાથે ગુજરાત રાજ્યનું નામ પણ ચમકાવ્યું છે. તેમની ખ્યાતિ હવે ઇન્ટરનેશનલ લેવલે પણ પહોંચશે.


Whatsapp-channel Whatsapp-channel

01 October, 2024 06:15 PM IST | Surat | Brand Media

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK