સમસ્ત મોરબી જિલ્લા પાટીદાર સમાજ દ્વારા ગઈ કાલે મોરબીમાં રૅલી યોજાઈ હતી
મોરબીમાં પાટીદારોની નીકળેલી રૅલી.
સૌરાષ્ટ્રના મોરબીમાં ગઈ કાલે પાટીદાર સમાજે કાજલ હિન્દુસ્તાનીના વિરુદ્ધમાં રૅલી યોજી હતી, જેમાં પાટીદારો જોડાયા હતા અને વિરોધ કર્યો હતો. દક્ષિણ ગુજરાતના ડાયમન્ડ સિટી સુરતમાં યોજાયેલી એક સભામાં કાજલ હિન્દુસ્તાનીએ મોરબીના પાટીદાર સમાજની દીકરીઓ માટે કરેલી અશોભનીય વાતને લઈને સમસ્ત મોરબી જિલ્લા પાટીદાર સમાજ દ્વારા ગઈ કાલે મોરબીમાં રૅલી યોજાઈ હતી, જેમાં પાટીદાર સમાજના નાગરિકો જોડાયા હતા. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાથી આ રૅલી નીકળી હતી અને કલેક્ટર કચેરી સુધી ગઈ હતી અને કલેક્ટરને આવેદનપત્ર આપીને કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માગણી કરી હતી.