રાજકોટ થશે સ્વચ્છ, જાહેરમાં થૂંકશો તો થશે દંડ
રાજકોટ મહાનગર પાલિકા
રંગીલુ રાજકોટ જેટલું ખાણીપીણી માટે ફેમસ છે, એટલું જ ફેમસ પાન મસાલાની પિચકારી માટે છે. જો કે હવે રાજકોટ સ્વચ્છ થઈ જશે. રાજકોટમાં પાન મસાલાના શોખીનોએ હવે સાવધાન રહેવું પડશે. અમદાવાદ બાદ હવે રાજકોટમાં પણ જાહેરમાં થુંકનારને દંડ ફટકારવામાં આવશે. રાજકોટ મહાનગર પાલિકાએ આ મુદ્દે જાહેરનામું બહાર પાડ્યું છે. રાજકોટમાં જો હવે કોઈ જાહેરમાં થૂંકશે તો દંડ ભોગવવો પડશે.
રાજકોટ મહાનગર પાલિકાએ જાહેરનામામાં દંડનો પણ ઉલ્લેખ કર્યો છે. આ જાહેરનામા પ્રમાણે જો કોઈ વ્યક્તિ પ્રથમ વખત થૂંક્તો પકડાશે તો તેને 250 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે, જો બીજી વખત ઝડપાશે તો 500 રૂપિયા અને ત્રીજી વખત ઝડપાશે તો રૂપિયા 750નો દંડ ફટકારવામાં આવશે. અને જો ઈ મેમો નહીં ભરવામાં આવે તો, મહાનગર પાલિકા દંડ વસુલવા ઘરે આવશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ અમદાવાદઃ જોર કા ઝટકા ધીરે સે લગા, ઘરે આવેલ ઈ-મેમોએ ખોલી રીલેશનશિપની પોલ
ઉલ્લેખનીય છે કે આ પહેલા અમદાવાદમાં જાહેરમાં થૂંકવા બદલ ઈ મેમો આપવાની ઘટના સામે આવી છે. ત્યારે હવે રાજકોટમાં જાહેર રસ્તા પર થૂંકતા લોકો પર 1000 જેટલા સીસીટીવી કેમેરા નજર રાખશે. ચાલુ વાહને રસ્તામાં થૂંકનારા લોકોને પણ દંડ ફટકારવામાં આવશે. આ અંતર્ગત રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.

