ગુજરાતના રાજકોટ ઍરપોર્ટ (Rajkot Airport)ની છતનો એક ભાગ તૂટીને નીચે પડી ગયો છે. સમાચાર એજન્સી પીટીઆઈએ આ જાણકારી આપી છે
વાયરલ વીડિયોમાંથી લેવાયેલ સ્ક્રીનશોટ
ભારે વરસાદને કારણે શુક્રવારે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ ઍરપોર્ટ (IGI) પર છતનો એક ભાગ તૂટી પડ્યો હતો, જેમાં એક કેબ ડ્રાઈવરનું મોત થયું હતું. આ અકસ્માતના બીજા દિવસે ગુજરાતમાં પણ આવો જ એક અકસ્માત થયો હતો. ગુજરાતના રાજકોટ ઍરપોર્ટ (Rajkot Airport)ની છતનો એક ભાગ તૂટીને નીચે પડી ગયો છે. સમાચાર એજન્સી પીટીઆઈએ આ જાણકારી આપી છે. ભારે વરસાદને કારણે ઍરપોર્ટ ટર્મિનલની બહાર પેસેન્જર પીકઅપ અને ડ્રૉપ એરિયામાં કેનોપી (Rajkot Airport) પડી ગઈ હતી. તે જુલાઈ વર્ષ 2023માં લૉન્ચ કરવામાં આવ્યું હતું. સદનસીબે અકસ્માત સમયે ત્યાં કોઈ હાજર નહોતું. આ ઘટનાનો વીડિયો (Rajkot Airport) પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ધોધમાર વરસાદ સાથે પવન ફૂંકાતા કેનોપી તૂટી ગઈ હતી.