Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > વરસાદથી અમદાવાદ એરપોર્ટ પર વિમાની સેવા પ્રભાવિત : અનેક મુસાફરો પરેશાન

વરસાદથી અમદાવાદ એરપોર્ટ પર વિમાની સેવા પ્રભાવિત : અનેક મુસાફરો પરેશાન

Published : 03 August, 2019 10:45 PM | IST | Ahmedabad

વરસાદથી અમદાવાદ એરપોર્ટ પર વિમાની સેવા પ્રભાવિત : અનેક મુસાફરો પરેશાન

અમદાવાદ એરપોર્ટ

અમદાવાદ એરપોર્ટ


Ahmedabad : વરસાદના કારણે અમદાવાદ એરપોર્ટ પર વિમાન સેવાને અસર થઇ છે લગભગ 20 જેટલી ફ્લાઈટ 15 મિનિટથી 3 કલાક સુધી મોડી પડી છે. જેમા સૌથી વધારે અમદાવાદ-મુંબઈની ફ્લાઈટને અસર થઈ છે. મળતી માહિતી મુજબ સ્પાઇસ જેટ, એર ઇન્ડિયા અને ઈન્ડિગો એરલાઇન્સની ફલાઇટ લેટ થઈ છે. આશરે નવ જેટલી ફ્લાઈટ પુના, પટના, બેગાલુરૂ અને એક દુબઇની ફ્લાઇટ મોડી પડી છે. જ્યારે કેટલીક ફ્લાઈટના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારે વરસાદને કારણે અમદાવાદ શહેરનાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તેમજ અમદાવાદ એરપોર્ટ પર પણ વરસાદી પાણી જોવા ળ્યા હતાં. વિઝીબીલીટી ન દેખાતા ફ્લાઇટને ડાયવર્ટ કરાઈ હતી. તેમજ ઘણી બધી ફ્લાઇટ લેઇટ થઇ હતી. જેથી મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

આ પણ જુઓ : રાજકોટ પર મેઘો થયો મહેરબાન, ચાર કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદ

રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી આકાશી આફત વરસી રહી છે. વડોદરા, સુરત અને હવે આણંદમાં પણ મેઘરાજા તારાજી સર્જી રહ્યા છે. લાંબા સમયથી વરસાદની રાહ જોવાતી હતી, પરંતુ વરસાદ એવો વરસ્યો કે લોકો હવે ખમૈયા કરવા કહી રહ્યા છે. સુરત, વડોદરા અને રાજકોટમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે. અનેક ઠેકાણે લોકો મુસીબતમાં છે, સેંકડો લોકો પાણી વચ્ચે ફસાયેલા છે. ત્યારે રાજ્ય સરકાર તરફથી મળતા આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં 2,649 નાગરિકોનું સ્થળાંતર કરાયું છે. રાજ્યમાં ભયંકર વરસાદને પગલે રાજકોટ, વડોદરા, સુરત અને ભરૂચને અસર પહોંચી છે. ત્યારે આ ચાર જિલ્લામાં રાહત અને બચાવકાર્ય પૂર જોશમાં ચાલી રહ્યું છે. NDRF દ્વારા 2,649 જેટલા નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

03 August, 2019 10:45 PM IST | Ahmedabad

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK