ઈજાગ્રસ્તોને હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા
અકસ્માત
સૌરાષ્ટ્રમાં આવેલા યાત્રાધામ દ્વારકા નજીક હોટેલ પાસે ગઈ કાલે એક ખાનગી બસ બે કાર સાથે અથડાતાં સાત લોકોનાં ઘટનાસ્થળે મૃત્યુ થયાં હતાં અને ૧૬ લોકો ઘાયલ થયા હતા. ગાયને બચાવવા જતાં બસના ડ્રાઇવરે કટ મારતાં બસ ડિવાઇડર કુદાવીને સામેથી આવતી ઇકો અને સ્વિફ્ટ કાર તથા બાઇક સાથે અથડાતાં ઇકો અને સ્વિફ્ટ કારમાં બેસેલા બે અને બસના પાંચ મુસાફરોના જગ્યા પર જ મૃત્યુ થયા હતા. ઈજાગ્રસ્તોને હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.