Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > કભી ભી ગિર સકતી હૈ, દરાર પડના શુરૂ હો ગઈ

કભી ભી ગિર સકતી હૈ, દરાર પડના શુરૂ હો ગઈ

Published : 11 September, 2024 11:04 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટૅચ્યુ ઑફ યુનિટીના બાંધકામ સમયના ફોટો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર મૂકીને વાંધાજનક પોસ્ટ કરનાર રાગા ફૉર ઇન્ડિયા સામે પોલીસ-ફરિયાદ: સત્તાવાળાઓએ કહ્યું, સ્ટૅચ્યુ ઑફ યુનિટી સુરક્ષિત છે

સ્ટૅચ્યુ ઑફ યુનિટી

સ્ટૅચ્યુ ઑફ યુનિટી


ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પર બનેલા સરદાર સરોવર ડૅમની સામે દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની બનેલી વિશ્વ પ્રસિદ્ધ સ્ટૅચ્યુ ઑફ યુનિટી (SOU)ની પ્રતિમાના બાંધકામ સમયના ફોટો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર મૂકીને વાંધાજનક પોસ્ટ કરનાર રાગા ફૉર ઇન્ડિયા સામે SOUના સત્તાવાળાઓએ પોલીસ-ફરિયાદ નોંધાવી છે અને કહ્યું હતું કે SOU સુરક્ષિત છે.


૨૦૨૪ની ૮ સપ્ટેમ્બરે રાગા ફૉર ઇન્ડિયા નામના યુઝરે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર SOUની પ્રતિમાનો બાંધકામ સમયના એક ફોટોને તાજેતરના ફોટો તરીકે ઉપયોગ કરીને ‘કભી ભી ગિર સકતી હૈ, દરાર પડના શુરૂ હો ગઈ’ આવા લખાણ સાથે મેસેજ મૂકીને લોકોમાં ભય પેદા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મુદ્દે SOU વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તા મંડળના અધિકારીઓએ આ બાબતને ગંભીરતાથી લઈને SOUના ઑપરેશન અને મેઇન્ટેનન્સ સાથે જોડાયેલા લાર્સન ઍન્ડ ટુબ્રો લિમિટેડ પાસે વિગતવાર અહેવાલ આપવા સૂચના આપી હતી. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે પોસ્ટમાં જે તસવીર મુકાઈ છે એ બાંધકામ સમયની છે જેથી SOUના નાયબ કલેક્ટર અભિષેક સિંહાએ SOU સલામતી પોલીસ-સ્ટેશનમાં રાગા ફૉર ઇન્ડિયા નામના યુઝર સામે ફરિયાદ નોંધાવી છે.


Whatsapp-channel Whatsapp-channel

11 September, 2024 11:04 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK