Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > તારા તરફથી મનોહર ચિત્રની ભેટ મેળવીને અવર્ણનીય આનંદ થયો

તારા તરફથી મનોહર ચિત્રની ભેટ મેળવીને અવર્ણનીય આનંદ થયો

Published : 08 November, 2024 08:36 AM | IST | Vadodara
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વડોદરામાં યોજાયેલા રોડ-શો દરમ્યાન ડ્રૉઇંગ આપનાર દિવ્યાંગ દિયાને નરેન્દ્ર મોદીએ પત્ર લખીને નવા વર્ષની શુભેચ્છા પાઠવી

નરેન્દ્ર મોદીનો શુભેચ્છાપત્ર મળતાં દિયા ગોસાઈની ખુશીનો પાર નથી

નરેન્દ્ર મોદીનો શુભેચ્છાપત્ર મળતાં દિયા ગોસાઈની ખુશીનો પાર નથી


વડોદરામાં દિવ્યાંગ દિયા ગોસાઈ માટે નવું વર્ષ યાદગાર બન્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેની પાસેથી પોતાનું ચિત્ર મેળવીને તેને યાદ રાખીને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. નરેન્દ્ર મોદીનો શુભેચ્છાપત્ર મળતાં દિયા ગોસાઈની ખુશીનો પાર નથી.    


નરેન્દ્ર મોદી અને સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝ ૨૮ ઑક્ટોબરે વડોદરા આવ્યા હતા ત્યારે વડોદરામાં રોડ-શો યોજ્યો હતો. એ દરમ્યાન વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીની દિવ્યાંગ વિદ્યાર્થિની દિયા ગોસાઈએ નરેન્દ્ર મોદી અને પેડ્રો સાંચેઝનું ચિત્ર બનાવીને તેમને આપ્યું હતું. બન્ને વડા પ્રધાને તેને મળીને પ્રોત્સાહિત કરી હતી. ત્યાર બાદ દિલ્હી ગયેલા નરેન્દ્ર મોદીએ દિયાની કલાસૂઝની નોંધ લીધી હતી અને દિયાને શુભેચ્છાપત્ર લખીને દિયા અને તેના પરિવારને નૂતન વર્ષની શુભકામના પાઠવી હતી. નરેન્દ્ર મોદીએ પત્રમાં લખ્યું હતું કે ‘વડોદરાના રોડ-શો દરમ્યાન તારા તરફથી મનોહર ચિત્રની ભેટ મેળવીને અવર્ણનીય આનંદ થયો. આટલી નાનકડી વયે અસાધારણ પ્રતિભા અને કૌશલ્યની ઈશ્વરદત્ત કૃપા જોઈ અનહદ આનંદ થયો. તારી ચિત્રકળામાં એક ઉમદા કળાકાર તરીકેની છબિ પ્રગટી આવે છે. મને આશા છે કે તું સર્જન અને લલિતકળા ક્ષેત્રોમાં આવા ખંત અને મહેનતથી પ્રદાન કરતી રહીશ. ફરી એક વખત તારી લાગણી અને આકર્ષક ચિત્ર બદલ આભાર. દિવાળી પર્વ નિમિત્તે શુભેચ્છા.’ 


Whatsapp-channel Whatsapp-channel

08 November, 2024 08:36 AM IST | Vadodara | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK