PM Narendra Modi Gujarat Visit: વડા પ્રધાન નરેન્દ્ર મોદી વનતારાની મુલાકાત લીધા પછી ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મહેડવ મંદિરમાં પ્રાર્થના કરશે. ત્યારબાદ તેઓ શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરશે જે પ્રખ્યાત ધાર્મિક સ્થળનું સંચાલન કરે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે જામનગર પહોંચ્યા હતા (તસવીર: એજન્સી)
કી હાઇલાઇટ્સ
- વનતારા આ કેન્દ્ર 43 પ્રજાતિઓના 2,000 થી વધુ પ્રાણીઓનું ઘર છે.
- મોદી વનતારાની મુલાકાત લીધા પછી ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મહાદેવ મંદિરમાં પ્રાર્થના કરશે
- પીએમ મોદી આ ટ્રસ્ટના અધ્યક્ષ પણ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે સવારે ગુજરાતના જામનગર જિલ્લામાં સ્થિત પ્રાણી બચાવ, સંરક્ષણ અને પુનર્વસન કેન્દ્ર, વનતારાની મુલાકાત લીધી હતી. આ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજયમાં બીજા સ્થળોની પણ મુલાકાત લેશે.
રિલાયન્સ જામનગર રિફાઇનરી સંકુલમાં 3,000 એકરમાં ફેલાયેલા વનતારામાં રેસક્યુ કરાયેલા હાથીઓ અને વન્ય પ્રાણીઓના કલ્યાણ માટે પ્રતિબદ્ધ બચાવ કેન્દ્ર તરીકે સેવા આપવામાં આવે છે. તે દુર્વ્યવહાર અને શોષણમાંથી બચાવેલા પ્રાણીઓને અભયારણ્ય, પુનર્વસન અને તબીબી સંભાળ પ્રદાન કરે છે. આ કેન્દ્ર સ્થાનિક સમુદાયોને ટકાઉ આજીવિકાની તકો અને માનવીય પ્રાણી સંભાળ પદ્ધતિઓમાં તાલીમ આપીને તેમને સશક્ત બનાવે છે.
ADVERTISEMENT
વનતારાની સત્તાવાર વેબસાઇટ મુજબ, આ કેન્દ્ર 43 પ્રજાતિઓના 2,000 થી વધુ પ્રાણીઓનું ઘર છે, જે અદ્યતન પશુચિકિત્સા ઉપકરણો, કુદરતી રહેઠાણોની નકલ કરતા વિશાળ ઘેરા અને 2,100 થી વધુ સ્ટાફની નિષ્ણાત ટીમ જેવી અદ્યતન સુવિધાઓ પૂરી પાડે છે. વનતારા પ્રાણી કલ્યાણને પ્રોત્સાહન આપવાની સાથે અહીં આવનારા મુલાકાતીઓને સંરક્ષણ પ્રયાસો અને જૈવવિવિધતાના મહત્ત્વ વિશે શિક્ષિત કરવાનો પણ હેતુ ધરાવે છે.
પ્રધાનમંત્રી સોમનાથ મંદિરની મુલાકાત લેશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી વનતારાની મુલાકાત લીધા પછી ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મહાદેવ મંદિરમાં પ્રાર્થના કરશે. ત્યારબાદ તેઓ શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરશે જે પ્રખ્યાત ધાર્મિક સ્થળનું સંચાલન કરે છે. પીએમ મોદી આ ટ્રસ્ટના અધ્યક્ષ પણ છે. પીએમ મોદી શનિવારે સાંજે ગુજરાત મુલાકાત દરમિયાન અનેક કાર્યક્રમોમાં ભાગ લેવા માટે અહીં પહોંચ્યા હતા, જેમાં ગીર વન્યજીવન અભયારણ્યના મુખ્ય મથક સાસણ ખાતે રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડ (NBWL) ની બેઠકની અધ્યક્ષતાનો પણ સમાવેશ થાય છે. સાસણમાં રાત્રે રોકાયા કર્યા પછી, મોદી સોમવારે જંગલ સફારીનો આનંદ માણશે.
`સિંહ સદન` પરત ફર્યા પછી, પીએમ NBWL ના હોદ્દેદાર અધ્યક્ષ તરીકે બેઠકની અધ્યક્ષતા કરશે. NBWL માં 47 સભ્યો છે, જેમાં સેના પ્રમુખ, વિવિધ રાજ્યોના સભ્યો, આ ક્ષેત્રમાં કામ કરતી NGO ના પ્રતિનિધિઓ, મુખ્ય વન્યજીવન વોર્ડન અને વિવિધ રાજ્યોના સચિવોનો સમાવેશ થાય છે. બેઠક પછી, પીએમ મોદી સાસણ ખાતે કેટલીક મહિલા વન કર્મચારીઓ સાથે વાતચીત કરશે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
‘એક પેડ માં કે નામ’ અંતર્ગત ગુજરાતમાં ૧૭ કરોડથી વધુ વૃક્ષારોપણ થતાં દેશમાં ગુજરાત વૃક્ષારોપણમાં બીજા ક્રમે આવ્યું છે. ગુજરાતના વન અને પર્યાવરણ પ્રધાન મૂળુ બેરાએ કહ્યું હતું કે ‘નરેન્દ્ર મોદી દ્વારા ૨૦૨૪ની પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ‘એક પેડ માં કે નામ’ અભિયાનનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો જે અંતર્ગત ગુજરાતે સમગ્ર દેશમાં ફેબ્રુઆરી ૨૦૨૫ની સ્થિતિએ બીજા નંબરે સૌથી વધુ ૧૭.૩૨ કરોડથી વધુ વૃક્ષારોપણ કરીને ગુજરાતના ગ્રીન કવરમાં વધારો કરવાનો કીર્તિમાન કર્યો છે. ઉત્તર પ્રદેશ ૩૯.૫૧ કરોડ વૃક્ષારોપણ સાથે દેશમાં પ્રથમ ક્રમે છે. ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ આજ સુધીમાં દેશનાં ૩૭ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મળીને કુલ ૧૨૧ કરોડથી વધુ વૃક્ષો વાવીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વૈશ્વિક સ્તરે પર્યાવરણ ક્ષેત્રે ભારતે રેકૉર્ડ સ્થાપ્યો છે.’

