Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સ્પેનના PM સાથે PM મોદી આવશે ગુજરાતની મુલાકાતે, કરોડોના વિકાસકામોનું કરશે લોકાર્પણ

સ્પેનના PM સાથે PM મોદી આવશે ગુજરાતની મુલાકાતે, કરોડોના વિકાસકામોનું કરશે લોકાર્પણ

Published : 26 October, 2024 07:52 PM | IST | Vadodara
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

PM Narendra Modi and Spain PM Gujarat Visit: C-295 ઍરક્રાફ્ટ એક લશ્કરી વિમાન છે. બન્ને દેશોના વડા પ્રધાનની વડોદરાની સંયુક્ત મુલાકાતથી રાજદ્વારી સંબંધો પણ વધુ મજબૂત થવાની આશા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

વડા પ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)


વડા પ્રધાન નરેન્દ્ર મોદી દિવાળી પહેલા 28 ઑક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવવાના છે. વડા પ્રધાન  (PM Narendra Modi and Spain PM Gujarat Visit) નરેન્દ્ર મોદી તેમની એક દિવસીય ગુજરાત મુલાકાત દરમિયાન વડોદરા અને અમરેલીમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. વડા પ્રધાન મોદી 28 ઑક્ટોબરે સવારે 10 વાગ્યે અહીં આવવાના છે જોકે આ દરમિયાન તેમના સાથે સ્પેનના વડા પ્રધાન પણ હાજર રહેવાના છે.


સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) સંકુલમાં C-295 ઍરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા ઍરક્રાફ્ટ કૉમ્પ્લેક્સનું સંયુક્તપણે ઉદ્ઘાટન કરશે. વડા પ્રધાન  મોદી અને સ્પેનના પીએમના સ્વાગત માટે વડોદરામાં (PM Narendra Modi and Spain PM Gujarat Visit) એકદમ અભૂતપૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે. C-295 ઍરક્રાફ્ટ એક લશ્કરી વિમાન છે. બન્ને દેશોના વડા પ્રધાનની વડોદરાની સંયુક્ત મુલાકાતથી રાજદ્વારી સંબંધો પણ વધુ મજબૂત થવાની આશા છે.



વડા પ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, PM મોદી (PM Narendra Modi and Spain PM Gujarat Visit) ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) કેમ્પસમાં C-295 ઍરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા ઍરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કર્યા પછી સવારે લક્ષ્મી વિલાસ પેલેસ પહોંચશે. સવારે 11 વાગ્યે તેઓ વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ જશે. તેમની સાથે સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝ પણ હાજર રહેશે. આ પછી પીએમ મોદી વડોદરાથી અમરેલી જશે. જ્યાં તેઓ બપોરે 2:45 કલાકે અમરેલીના દુધાળા ખાતે ભારત માતા સરોવરનું ઉદ્ઘાટન કરશે. આ પછી, લગભગ ત્રણ વાગ્યે, તેઓ લાઠી, અમરેલીમાં 4,800 કરોડથી વધુના ખર્ચની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.


ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના જણાવ્યા અનુસાર વડોદરામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi and Spain PM Gujarat Visit) sઅને સ્પેનના પીએમ પેડ્રો સાંચેઝના સ્વાગત માટે જોરદાર તૈયારીઓ કરવામાં આવી આવી છે જે પૂર્ણ થઈ ગઈ છે. ઍરપોર્ટથી ખોડિયારનગર ટાટા ઍરબસ ઍરક્રાફ્ટ કોમ્પ્લેક્સ સુધીના રસ્તાને પૂર્ણપણે શણગારવામાં આવ્યો છે. બન્ને દેશોના પીએમનું લોકો સ્વાગત કરી શકે તે માટે રસ્તાના કિનારે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. બન્ને પીએમના સ્વાગત માટે રોડ પર સ્ટેજ બનાવવામાં આવ્યા છે. વિવિધ સમુદાયના લોકો બંને પીએમનું સ્વાગત કરશે. ગુજરાતની ઓળખ સમાન ડિવાઈડર પર ગરબા જેવા દાંડિયા જેવો શણગાર કરવામાં આવ્યો છે. આ રૂટ પર C295 ઍરક્રાફ્ટની પ્રતિકૃતિ પણ લગાવવામાં આવી હતી.

હાલમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં બ્રિક્સ સમિટ સામેલ થયા હતા. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત બ્રિક્સની (PM Narendra Modi and Spain PM Gujarat Visit) અંદર ગાઢ સહકારને મહત્ત્વ આપે છે, જે વૈશ્વિક વિકાસલક્ષી એજન્ડા સંબંધિત મુખ્ય મુદ્દાઓની શ્રેણી પર સંવાદ અને ચર્ચા માટે એક મહત્ત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. PM મોદીએ બ્રિક્સ (બ્રાઝિલ-રશિયા-ભારત-ચીન-દક્ષિણ આફ્રિકા) ના માર્જિન પર રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે શ્રેણીબદ્ધ દ્વિપક્ષીય બેઠકો યોજી હતી.


Whatsapp-channel Whatsapp-channel

26 October, 2024 07:52 PM IST | Vadodara | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK