મળતી માહિતી મુજબ કારમાં પ્રહલાદ મોદી (Prahlad Modi Accident)ની સાથે એક પુત્ર અને પુત્રવધૂ પણ હતા. ત્રણેય લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.
પ્રતીકાત્મક તસવીર
કર્ણાટક(Karnataka)ના મૈસૂરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીની કાર (Narendra Modi`s Brother Car Accident)ને અકસ્માત નડ્યો છે. મળતી માહિતી મુજબ કારમાં પ્રહલાદ મોદી (Prahlad Modi Accident)ની સાથે એક પુત્ર અને પુત્રવધૂ પણ હતા. ત્રણેય લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે આ અકસ્માત મૈસૂર તાલુકાના કડાકોલા પાસે થયો હતો. પ્રહલાદ મોદી પોતાની મર્સિડીઝ બેન્ઝ કારમાં બેંગ્લોરથી બાંદીપુર જઈ રહ્યા હતા. કારમાં તેમની સાથે પ્રહલાદ મોદીનો પુત્ર, પુત્રવધૂ અને પૌત્ર પણ હતા.
ADVERTISEMENT
આ અકસ્માતમાં પ્રહલાદ મોદી, તેમની પુત્રવધૂ અને પૌત્રને ગંભીર ઈજાઓ પહોંચી છે. પુત્ર અને કારચાલકને સામાન્ય ઈજાઓ થઈ હતી. મૈસુર એસપી સીમા લટકર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘાયલોને તાત્કાલિક મૈસુરની જેએસએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:ગુજરાતમાં BSF જવાનની ક્રૂરતાપૂર્વક હત્યા, જાણો શું છે સમગ્ર મામલો
નોંધનીય છે કે પ્રહલાદ મોદી ગુજરાત ફેરપ્રાઈસ શોપ્સ અને કેરોસીન લાઇસન્સ હોલ્ડર એસોસિએશનના વડા છે. હાલમાં જ મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં એક સામાજિક કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા પ્રહલાદ મોદીએ કહ્યું હતું કે ગુજરાતમાં મફતના લોકો આવે છે અને જાય છે. ગુજરાતની જનતાએ તેમને કહ્યું છે કે ગુજરાત આપનાર છે, લેનાર નથી. તેથી જ ગુજરાતની જનતાએ ભાજપને પસંદ કર્યો છે. તેમણે કહ્યું હતું કે 2024માં પણ સત્તા ભારતીય જનતા પાર્ટી પાસે જ રહેશે. નરેન્દ્રભાઈ અમારા પ્રમુખ રહેશે.