મહાવીર જૈન વિદ્યાલય ખાતે ૬૦ બાળકોનું ચેકઅપ કરાયું હતું
ડાબેથી રમેશભાઈ, ધર્મેન્દ્રભાઈ, બલદેવભાઈ, ડૉ. હેમા પરીખ, શ્રીમતી પ્રિયંકા મોરબિયા, શ્રી રોહન મોરબિયા, જગદીશભાઈ, મનીષભાઈ ગોસ્વામ.
મંજુલાબહેન જેઠાલાલ મોરબિયા જૈન ચૅરિટેબલ ટ્રસ્ટ, માલિનીબહેન કિશોરચંદ્ર સંઘવી ફાઉન્ડેશન અને લાયન્સ ક્લબ ઑફ ભુજ કચ્છ સાઇટ ફસ્ટ ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કિડ્સ ડિસેબિલિટી સેન્ટરમાં મહાવીર જૈન વિદ્યાલય ખાતે સેરેબ્રલ પાલ્સી (નાના મગજનો લકવો) તેમ જ ઑટિઝમ બાળકોનો હોમિયોપૅથિક કૅમ્પ તેમ જ ફિઝિયોથેરપી અને કાઉન્સેલિંગ કૅમ્પ યોજાયો હતો.
એમાં એમ. કે. એસ. હૉસ્પિટલ કરજણના ડૉક્ટરો દ્વારા બાળકોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું, જેમાં ૬૦ જેટલાં બાળકોનું નિદાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રોહનભાઈ મોરબિયા અને તેમનાં પત્ની પ્રિયંકાબહેન મોરબિયા તથા એમ. કે. એસ. હૉસ્પિટલ કરજણનાં ડૉ. હિમાબહેન પરીખ, મનીષ ગોસ્વામી, રતિલાલ રબારી, ડૉ. મેઘાબહેન પ્રજાપતિ, ડૉ. કૃતિબહેન, યુવરાજસિંહ પઢિયાર, ડૉ. મૃણાલિકાબહેન તેમ જ જૈન મહાવિદ્યાલયના સ્થાનિક ટ્રસ્ટી દિનેશભાઈ તેમ જ જગદીશભાઈ અને લાયન્સ ક્લબ ઑફ ભુજ કચ્છ સાઇટ ફર્સ્ટ ચૅરિટેબલ ટ્રસ્ટના ચૅરમૅન ધર્મેન્દ્રસિંહ જાડેજા, સેક્રેટરી બલદેવભાઈ પરમાર, ટ્રેઝરર રમેશભાઈ સથવારા ઉપસ્થિત રહ્યાં હતાં.