કૉંગ્રેસે આમ આગમી પાર્ટી (આપ) સાથે ગઠબંધનમાં લોકસભા ચૂંટણી લડી રહી છે. તેને આશા છે કે તેમનું આ પગલું વિપક્ષી મતોના વિભાજનને અટકાવવામાં કારગર સાબિત થશે.
પરશોત્તમ રૂપાલા (ફાઈલ તસવીર)
ગુજરાતની હાય પ્રોફાઈલ સીટમાં સામેલ રાજકોટ લોકસભા ક્ષેત્ર આ વખતે ખાસ કરીને ચર્ચામાં રહ્યું છે. બીજેપીએ અહીંથી હાલના સાંસદ મોહન કુંડારિયાની ટિકિટ કાપીને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રુપાલાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. તો કૉંગ્રેસ તરફથી પરેશ ધનાણી અહીંથી તાલ ઠોકી રહ્યા છે. પરેશ ધનાણી વર્ષ 2002ની વિધાનસભા ચૂંટણીમાં રૂપાલાને હરાવી ચૂક્યા છે. એવામાં આ વખતે લોકસભા ચૂંટણીમાં બન્ને ફરી સામસામા છે જેથી મુકાબલો રસપ્રદ થઈ ગયો છે.
કૉંગ્રેસે આમ આદમી પાર્ટી (આપ) સાથે ગઠબંધનમાં લોકસભા ચૂંટણી લડી છે. તેમને આશા છે કે તેમનું આ પગલું વિપક્ષી મતોના વિભાજનને અટકાવવામાં કારગર સાબિત થશે અને ભાજપને 2014 અને 2019ના પોતાના પ્રદર્શનને પુનરાવર્તિત કરતા પણ અટકાવશે. ગઠબંધન હેઠળ કૉંગ્રેસે 24 સીટ પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે જ્યારે `આપ`એ ભાવનગર અને ભરૂચ સીટ પર પ્રતિસ્પર્ધી ઊભા કર્યા છે. કૉંગ્રસેની 24 સીટોમાં રાજકોટ પણ સામેલ છે. બાકી બધી સીટોની જેમ બીજેપી રાજકોટમાં પણ જીતનો દાવો કરી રહી છે પણ આ વખતે પાર્ટી માટે અહીં પેંચ ફસાતો જોવા મળી રહ્યો છે. હકીકતે પ્રચાર દરમિયાન રાજકોટમાં રૂપાલાની ટિપ્પણીને લઈને ભાજપને ક્ષત્રિય સુમાદયના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે આ સમુદાયના ઘણા શાસકોના અંગ્રેજો અને અન્ય વિદેશી આક્રમણકારો સાથે "રોટી અને બેટી" (લગ્ન અને વેપાર) સંબંધો હતા. આવી સ્થિતિમાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડી શકે છે.
ADVERTISEMENT
સાંજે 4.45 વાગ્યે પરશોત્તમ રૂપાલા 4 લાખ 81 હજાર મતોથી આગળ છે.
ભાજપના પરશોત્તમ રૂપાલા કોંગ્રેસના ઉમેદવાર કરતા 4 લાખ 81 હજાર મતોથી આગળ છે.
બપોરે 2.32 વાગ્યેઃ પરશોત્તમ રૂપાલા 4.43 લાખ મતોથી આગળ
રાજકોટ બેઠક પર ભાજપ 443924 મતોથી આગળ ચાલી રહ્યું છે.
બપોરે 1.21 વાગ્યેઃ પરશોત્તમ રૂપાલા 3 લાખ 33 હજાર મતોથી આગળ
રાજકોટથી પુરુષોત્તમ રૂપાલા 3 લાખ 33 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે.
11.48 am: પરશોત્તમ રૂપાલા 2.31 લાખ મતોથી આગળ
રાજકોટ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા 2 લાખ 31 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે.
11.15 am: પરશોત્તમ રૂપાલા 2 લાખ 31 હજાર મતોથી આગળ
રાજકોટ જિલ્લામાં પણ મતોનો તફાવત સતત વધી રહ્યો છે. ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા 2 લાખ 31 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે.
10.32 am: પરશોત્તમ રૂપાલા 1.72 લાખ મતોથી આગળ
રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ચૂંટણી મેદાનમાં છે. શરૂઆતના ટ્રેન્ડમાં તેમને થોડો આંચકો લાગ્યો હતો, પરંતુ હવે તેમણે ફરી એકવાર 1.72 લાખ વોટ સાથે લીડ મેળવી લીધી છે.
સવારે 9.41 વાગ્યે પરશોત્તમ રૂપાલા 58 હજાર મતોથી આગળ છે.
રાજકોટ બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. ચૂંટણી પંચના આંકડા અનુસાર, પુરુષોત્તમ રૂપાલા 58 હજાર મતોથી આગળ છે.
સવારે 8.43 વાગ્યે-રાજકોટ બેઠક પરથી પરશોત્તમ રૂપાલા આગળ
રાજકોટ બેઠક પરથી પરશોત્તમ રૂપાલા આગળ ચાલી રહ્યા છે. અહીં તેમના વિવાદાસ્પદ નિવેદનને કારણે રાજપૂતોમાં તેમની વિરુદ્ધ ઘણો રોષ હતો.
સવારે 7.43 વાગ્યે ભાજપ ઉજવણી નહીં કરે
રાજકોટ ગેમ ઝોનમાં થયેલા ભયાનક અકસ્માતને પગલે ભાજપે ગુજરાતમાં વિજયની ઉજવણી ન કરવાનો નિર્ણય લીધો છે. કોઈ ફટાકડા ફોડવામાં આવશે નહીં અને મીઠાઈઓ વહેંચવામાં આવશે નહીં.
સવારે 7.08 વાગ્યે મતગણતરી શરૂ
સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ થશે. પહેલા મતપત્રોની ગણતરી કરવામાં આવશે, ત્યારબાદ ઇવીએમ મતપત્રોની ગણતરી કરવામાં આવશે.