Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતમાં પહેલીવાર આ યુનિવર્સિટીમાં લેવાઈ પેપરલેસ પરીક્ષાઓ, જાણો અનોખી પહેલ

ગુજરાતમાં પહેલીવાર આ યુનિવર્સિટીમાં લેવાઈ પેપરલેસ પરીક્ષાઓ, જાણો અનોખી પહેલ

Published : 08 May, 2023 09:02 PM | IST | Changa
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ચારૂસેટની 9 કૉલેજોના 9000 વિદ્યાર્થીઓ પેપરના બદલે ટેબલેટ પર વાર્ષિક પરીક્ષા આપી છે, જેનાથી 12 લાખ પેપરનો બચાવ કરી પર્યાવરણનું જતન કરાયું

તસવીર સૌજન્ય: પીઆર

તસવીર સૌજન્ય: પીઆર


ગુજરાત (Gujarat)ના ચાંગાસ્થિત જાણીતી ચરોતર યુનિવર્સિટી ઑફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (Charotar University of Science and Technology - ચારૂસેટ)માં એક નવતર પ્રયોગ કરાયો છે. ગુજરાતમાં સૌપ્રથમ ચારૂસેટ યુનિવર્સિટી દ્વારા ડિજિટલ પેપરલેસ એક્ઝામિનેશન શરૂ કરવામાં આવી છે. હાલમાં યોજાઇ રહેલી વાર્ષિક પરીક્ષામાં ચારૂસેટની 9 કૉલેજોના 9000થી વધારે વિદ્યાર્થીઓએ પેપરને બદલે પેપરલેસ ટેબલેટ પર પરીક્ષા આપી છે. આ એક્ઝામથી 12 લાખ પેપર એટલે કે લગભગ 150 વૃક્ષોને બચાવી પર્યાવરણની જાળવણી કરવામાં આવી છે.


અગાઉ વર્ષ 2019માં ચારૂસેટ યુનિવર્સિટી અને સિંગાપોર સ્થિત કંપની લિટલમોર ઇનોવેશન લેબ્સ વચ્ચે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેના ભાગરૂપે સિંગાપોરસ્થિત લિટલમોર ઇનોવેશન લેબ્સ દ્વારા ચારૂસેટને ડિજિટલ પેપરલેસ એક્ઝામિનેશનની સુવિધા પૂરી પાડવામાં આવી છે. ડિજિટલ પેપરલેસ યુનિવર્સિટી એક્ઝામિનેશન સિસ્ટમના અમલીકરણ માટે લિટલમોર ઇનોવેશન લેબ્સ દ્વારા ચારૂસેટના શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓ માટે વિશેષ તાલીમી વર્ગો યોજવામાં આવ્યા હતા. શરૂઆતમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષાઓ યોજાઈ હતી, જેમાં 1500થી વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ત્યારબાદ 2022-2023થી તમામ ઇન્ટરનલ-એક્સ્ટરનલ પરીક્ષાઓ પેપરલેસ મોડમાં લેવાનું નક્કી કર્યું હતું, જેના ભાગરૂપે અત્યારે પરીક્ષાઓ ટેબલેટ પર લેવામાં આવી રહી છે.



ડિજિટલ એક્ઝામિનેશનની એક ખાસિયત એ છે કે તેમાં પ્રશ્નો પૂછવા માટે ઑડિયો-વીડિયો મૂકી પ્રશ્નો મલ્ટીમીડિયા દ્વારા પણ પ્રશ્નો પૂછી શકાય છે. પ્રશ્નપત્રો એન્ક્રિપ્ટેડ મોડમાં ક્લાઉડ પર સેવ થાય છે અને પાસવર્ડથી સ્કેન થાય છે. આથી પેપર લીક થવાની શક્યતા રહેતી નથી. વિદ્યાર્થીઓ સરળતાથી લખી શકે છે અને તે તરત સેવ થઈ જાય છે. ટેબલેટમાં જ શિક્ષકો પેપર ચેક કરી માર્કસ આપે છે. ટોટલ માર્ક, કેરી ફૉરવર્ડિંગ ઑફ માર્ક, સેક્શનવાઇઝ માર્ક, કૉર્સ આઉટકમ વાઇઝ માર્કનો રિપોર્ટ આ તમામ સિસ્ટમ જનરેટ કરી આપે છે.


આ પણ વાંચો: Gujarat: વાપીમાં ભાજપ નેતા પર ધડાધડ ફાયરિંગ, શૈલેષ પટેલનું ઘટનાસ્થળે મોત

આ સંદર્ભે ચારૂસેટ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અને એક્ઝામ કંટ્રોલર ડૉ. અતુલ પટેલ જણાવ્યું કે, “આપણી યુનિવર્સિટી ગુજરાતમાં સૌ પ્રથમ છે, જેણે ડિજિટલ પેપરલેસ એક્ઝામિનેશન શરૂ કરી છે, જેમાં સમગ્ર યુનિવર્સિટીના 9 કૉલેજોના 9000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે એ માટે 1250 ટેબલેટની વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષામાં આઈરિસ સ્કેનથી ઓથેન્ટીફિકેશન થાય છે. આ એક્ઝામિનેશન માટે ઇન્ટરનેટની પણ જરૂર પડતી નથી અને વાઇફાઈ કનેકશનથી ચાલે છે.”


Whatsapp-channel Whatsapp-channel

08 May, 2023 09:02 PM IST | Changa | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK