પાલનપુર રેલ્વે સ્ટેશન અત્યાધુનિત સુવિધા સાથે થશે સજ્જ, એસ્કેલેટર પણ શરૂ
પાલનપુર રેલવે સ્ટેશન
Palanpur : ભારતના દરેક રેલ્વે સ્ટેશનને અત્યાધુનિક બનાવવા માટે દરેક સ્ટેશનોને રીનોવેટ કરવામાં આવી રહ્યા છે. દેશમાં 333 રેલ્વે સ્ટેશનો આવ્યા છે. જેમાંનું એક પાલનપુરના રેલવે સ્ટેશન ‘એ ગ્રેડ’ માં સ્થાન પામતા જ સ્ટેશન પર મુસાફરોની સુવિધાઓ માટે 10 નવા શેડ સહિતની કામગીરી હાથ ધરાશે. અત્યારે રેલવે ફૂટઓવર બ્રિજ માટે એસ્કેલેટર ઉભુ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. શહેરના રેલવે સ્ટેશન ખાતે 2 ફૂટ ઓવર બ્રીજ આવેલા છે. પરંતુ કેટલાક લોકોઓવર બ્રિજ ચડીને બીજા પ્લેટફોર્મ પર જવાની જગ્યાએ ટૂંકા રસ્તાની શોધમાં રેલવેના પાટા કૂદી જીવ જોખમમા મુકતા હતા.
ADVERTISEMENT
જેને લઇ રેલવે તંત્ર દ્વારા મુસાફરોને એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે સરળતા રહે તે હેતુસર ફૂટ ઓવરબ્રિજની સીડીઓને એસ્કેલેટર ફિટ કરવાની કામગીરી આરંભાઇ છે. જે અંગે ડીઆરયુસીસી મેમ્બર અંબાલાલ રંગવાણીએ જણાવ્યું હતુ કે "અલગ અલગ ટ્રેનોમાં 20-21 કોચ આવેલા હોય છે.જ્યારે પાલનપુરના રેલવે સ્ટેશન પર મુસાફરોને ઊભા રહેવા માટે ફક્ત પાંચ કોચ જેટલો જ શેડ છે.
જેને લઇ કેટલાક મોટાભાગના મુસાફરો ઉનાળામા તડકાનો તો ચોમાસામા વરસાદ જેવી પરીસ્થિતીઓનો સામનો કરવા મજબુર હતા.ત્યારે આગામી સમયમાં અન્ય 10 નવા શેડ ઉભા કરવાનું કામ અમલમાં મુકાયું છે. જ્યારે રેલવે સ્ટેશનમાં બે ફૂટ ઓવર બ્રિજ આવેલા છે.ત્યારે ઉત્તર તરફ રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ લાંબું હોવાથી કેટલાક મુસાફરોને પ્લેટફોર્મ બદલવામાં અગવડતા પડતી હતી.જેને લઇ અવાર નવાર કેટલાક દિવ્યાંગો પોતાની ટ્રેન ચૂકી જતા હતા.જેને લઇ આગામી સમયમાં રેલવે સ્ટેશનની ઉત્તર તરફ નવો ત્રીજો ફૂટ ઓવરબ્રિજ પણ બનાવવાની કામગીરી અમલમા મુકાઇ છે.
આ પણ જુઓ : Budget 2019: જાણો કેવું છે બજેટ પર નેટિઝન્સનું રીએકશન્સ, મીમ્સ થઈ રહ્યા છે વાયરલ
માલગાડીના 2 ટ્રેક બનશે
હાલ જે જગ્યાએ રેલવે સ્ટેશનનું પાર્કિંગ આવેલું છે.ત્યાંથી ડીએફસી ડેડિકેટેડ ફેઇટ કોરિડોરની માલગાડીઓ માટે બે ટ્રેક ફીટ થઈ જશે જેને લઇ રેલવે સ્ટેશનનું પાર્કિંગ રેલવેના જૂના પોલીસ સ્ટેશનની જગ્યામા ખસેડાશે.
આ પણ જુઓ : આ લોકોએ લીધી છે રાજકોટને સ્વચ્છ અને હરિયાળું બનાવવાની નેમ...
રેલવે મુસાફરોની ટિકિટ બારી જૂના રેલ્વે પોલીસ સ્ટેશન નજીક ઉભી કરાશે
રેલવે સ્ટેશનમાં પ્રવેશતા આગળ જ ડીએફસીની માલગાડીની બે લાઇનો પસાર થશે જેને કારણે મુસાફરોને ટિકિટ લેવા માટે જૂના પોલીસ સ્ટેશનની જગ્યા પર મકાન ઉભું કરી ત્યાં જ ટિકિટ બારી બનાવાશે અને ત્યાંથી ટિકિટ મેળવી મુસાફર અંડરબ્રિજમાંથી પસાર થઈ રેલવે સ્ટેશનના પ્લેટફોમ નં.1 પર પહોંચશે.