૪૨.૯ ડિગ્રી સાથે અમદાવાદ ગુજરાતનું સૌથી હૉટ સિટી બની ગયું હતું
News In Shorts
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
માવઠાના માર બાદ હવે ગુજરાતમાં ગરમીનો પ્રકોપ શરૂ
અમદાવાદ સહિત ગુજરાતમાં આવતા હો તો જરા સાચવજો કેમ કે ચારેક દિવસ કાળઝાળ ગરમી પડવાની અને ગરમીનો પારો ૪૪ ડિગ્રી સુધી જવાની આગાહી હવામાન વિભાગે કરી છે. માવઠાના માર બાદ હવે ગુજરાતમાં ગરમીનો પ્રકોપ શરૂ થયો છે. ગઈ કાલે ગુજરાતમાં ગજબની ગરમી પડી હતી. ૪૨.૯ ડિગ્રી સાથે અમદાવાદ ગુજરાતનું સૌથી હૉટ સિટી બની ગયું હતું એટલું જ નહીં, ગુજરાતનાં આઠ શહેરોમાં ગરમીનો પારો ૪૧ ડિગ્રીને પાર પહોંચતાં કાળઝાળ ગરમીમાં નાગરિકો રીતસરના શેકાઈ ગયા હતા.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી ચાર-પાંચ દિવસ ગુજરાતમાં મૅક્સિમમ ટેમ્પરેચર બેથી ત્રણ ડિગ્રી વધવાની સંભાવના છે. મૅક્સિમમ ટેમ્પરેચર ૪૨થી ૪૪ ડિગ્રી સુધી જઈ શકવાની સંભાવના છે. અમદાવાદમાં ઑરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે.
રેલવે દ્વારા ડીઝલની ખરીદીમાં કૌભાંડનો પર્દાફાશ થયો
વિજિલન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા રૂટીન તપાસમાં ઇન્ડિયન રેલવેના એક ઝોન દ્વારા નૅશનલ ઑઇલ કંપનીસ પાસેથી હાઈ સ્પીડ ડીઝલની ખરીદીમાં કૌભાંડનો પર્દાફાશ થયો છે. રેલવેના સોર્સિસ અનુસાર નૉર્થ ઈસ્ટ ફ્રન્ટિયર રેલવે દ્વારા હાઈ સ્પીડ ડીઝલની ખરીદીના ઑડિટમાં બહાર આવ્યું હતું કે ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન લિમિટેડ અને ભારત પેટ્રોલિમય કૉર્પોરેશન લિમિટેડને દરમ્યાન ૨૪૩ કરોડ રૂપિયાનું વધુ પેમેન્ટ આપવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
ચીન અને કૅનેડા દ્વારા એકબીજાના ડિપ્લોમૅટ્સની હકાલપટ્ટી કરવામાં આવી
એક કૅનેડિયન સંસદસભ્ય અને તેના પરિવારને ધમકી આપવાના આરોપસર કૅનેડાએ ચાઇનીઝ કૉન્સ્યુલરના એક અધિકારીને આ દેશ છોડી દેવાનો આદેશ આપ્યો હતો, જેનો બદલો લેવા માટે ગઈ કાલે ચીને એક કૅનેડિયન ડિપ્લોમૅટની હકાલપટ્ટી કરવાની જાહેરાત હતી.
રશિયામાં વિક્ટરી ડે પરેડમાં પાવર ન દેખાયો
મૉસ્કોના રેડ સ્ક્વેરમાં ગઈ કાલે રશિયાની વિક્ટરી ડે પરેડ યોજાઈ હતી જ્યાં રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને પોતાની સ્પીચમાં રશિયન દળોની વિરુદ્ધ ‘રિયલ યુદ્ધ’ છેડવાનો પશ્ચિમી દેશો પર આરોપ મૂક્યો હતો. પરેડમાં ઇન્ટરકૉન્ટિનેન્ટલ બૅલિસ્ટિક મિસાઇલ સિસ્ટમ રજૂ કરવામાં આવી હતી ત્યારે લોકો એના ફોટોગ્રાફ્સ ક્લિક કરતા જોવા મળ્યા હતા. જોકે હથિયારોને રજૂ કરવાના મામલે આ પરેડ એટલી પાવરફુલ નહોતી.
Share
Share
10 May, 2023 12:17 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK