સ્ટૅચ્યુ ઑફ યુનિટી અને ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા નિઃશુલ્ક ગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે
લાઇફ મસાલા
સ્ટૅચ્યુ ઑફ યુનિટીની ફાઇલ તસવીર
ગુજરાતમાં કેવડિયા, એકતાનગર ખાતે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિમા પાસે નર્મદા ડૅમ વ્યુ પૉઇન્ટ પર આજથી બે દિવસ રાષ્ટ્રીય એકતા ગરબા થીમ પર ગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્ટૅચ્યુ ઑફ યુનિટી અને ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા નિઃશુલ્ક ગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે ફરજ બજાવતા કર્મચારીઓ એકતાનગરના નાગરિકો માટે નવરાત્રિના ગરબાનો કાર્યક્રમ કરી રહ્યા છે, જેમાં સ્ટૅચ્યુ ઑફ યુનિટીને નિહાળવા આવતા દેશ-વિદેશના સહેલાણીઓ પણ ગરબામાં ઘૂમી શકશે અને રાસગરબાની રંગત માણી શકશે.