સોમનાથ મંદિર સમીપે આવેલા વાઘેશ્વરી માતાજીના મંદિરે પૂજન કરીને નાની બાળાઓ ઉમંગભેર ગરબે ઘૂમી હતી
Navratri
સોમનાથમાં આવેલા વાઘેશ્વરી મંદિરમાં વાઘેશ્વરી – જોગેશ્વરી માતાજીની મૂર્તિનાં દર્શન
ગુજરાતમાં રંગચંગે નવરાત્રિ પર્વનો આરંભ થયો છે ત્યારે સૌરાષ્ટ્રમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં આ નવરાત્રિ દરમ્યાન પાર્વતી માતાજીની રાજોપચાર પૂજા-અર્ચનાનો પ્રારંભ થયો છે. બીજી તરફ સોમનાથ મંદિર સમીપે આવેલા વાઘેશ્વરી માતાજીના મંદિરે પૂજન કરીને નાની બાળાઓ ઉમંગભેર ગરબે ઘૂમી હતી.
ADVERTISEMENT
પ્રથમ જ્યોતિર્લિંગ એવા દેવાધિદેવ સોમનાથ મહાદેવ તીર્થ કે જેને આદિકાળમાં ચંદ્રભાગા શક્તિપીઠ તરીકે પણ ઓળખવામાં આવતું હતું એવા આધ્યાત્મિકતાની અલખ જગાવતા સોમનાથ મંદિરમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિરમાં શક્તિના આ પર્વ નવરાત્રિમાં પાર્વતી માતાજીની આરાધના માટે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. શ્રી સોમનાથ મહાદેવ સાથે બિરાજતાં પાર્વતી માતાની નવરાત્રિના નવ દિવસ દરમ્યાન રાજોપચાર મહાપૂજા કરવામાં આવશે.