Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > નેશનલ ઇમ્પેક્ટ ડે: સમાજને સક્ષમ નેતૃત્વ પૂરું પાડનાર અને દિર્ઘદ્રષ્ટા સ્નેહલ બ્રહ્મભટ્ટના સન્માનમાં

નેશનલ ઇમ્પેક્ટ ડે: સમાજને સક્ષમ નેતૃત્વ પૂરું પાડનાર અને દિર્ઘદ્રષ્ટા સ્નેહલ બ્રહ્મભટ્ટના સન્માનમાં

Published : 28 August, 2024 05:28 PM | IST | Ahmedabad
Brand Media | brandmedia@mid-day.com

સમાજમાં સકારાત્મક ફેરફાર લાવવા માટે સ્નેહશિલ્પ ફાઉન્ડેશનના સ્થાપક સ્નેહલ ભ્રહ્મભટ્ટ સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. અને અત્યાર સુધી તેમના દ્વારા અગણિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

નેશનલ ઇમ્પેક્ટ ડે: સમાજને સક્ષમ નેતૃત્વ પૂરું પાડનાર અને દિર્ઘદ્રષ્ટા સ્નેહલ બ્રહ્મભટ્ટના સન્માનમાં

નેશનલ ઇમ્પેક્ટ ડે: સમાજને સક્ષમ નેતૃત્વ પૂરું પાડનાર અને દિર્ઘદ્રષ્ટા સ્નેહલ બ્રહ્મભટ્ટના સન્માનમાં


સમાજમાં સકારાત્મક ફેરફાર લાવવા માટે સ્નેહશિલ્પ ફાઉન્ડેશનના સ્થાપક સ્નેહલ ભ્રહ્મભટ્ટ સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. અને અત્યાર સુધી તેમના દ્વારા અગણિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે તેમના સન્માનમાં તેમના જન્મ દિન નિમિત્તે  27 ઓગસ્ટના દિવસને નેશનલ ઇમ્પેક્ટ ડે તરીકે દર વર્ષે ઉજવવામાં આવશે.


તેમણે સ્નેહશિલ્પ ફાઉન્ડેશન દ્વારા નશા મુક્તિની જાગૃતિ લાવવા માટે મેરેથોન જેવી પ્રવૃત્તિઓની આગવી પહેલ કરી છે. તેવી જ રીતે હેરિટેજ વૉક દ્વારા તેમણે આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસા અંગે જાગૃતિ ફેલાવી હતી. અને સ્ટાર્ટઅપ ફેસ્ટ દ્વારા નવા ઉદ્યોગકારોને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. આ સાથે જ ભોજન વિતરણ, જરૂરિયાતમંદોને શિક્ષણ, અને કુશળતા નિર્માણ જેવા મિશન દ્વારા ભારતના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે તેઓ સતત પ્રયત્નશીલ છે. તેમની આ કામગીરીઅમદાવાદના અગ્રણી રિયલ એસ્ટેટ ગ્રુપ એવા શિલ્પ ગ્રુપના મુખ્ય ઓપરેટિંગ ઓફિસર તરીકેની ભૂમિકા સુધી વિસ્તરી છે.



નેશનલ ઇમ્પેક્ટ ડે ના અવસરે સમાજ સેવા પર ભાર મુકવામાં આવશે, જ્યાં નાગરિકોને સમાજમાં સ્વયંસેવક તરીકે સેવા આપવાનો અવસર મળશે તે સાથે જ પર્યાવરણ સંરક્ષણ માટે વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન જેવા પ્રયાસો પણ હાથ ધરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય આદાન-પ્રદાનના ક્ષેત્રમાં શિક્ષણ દ્વારા માર્ગદર્શન, સંસાધનોનું દાન, અને વર્કશોપનું આયોજન કરવામાં આવશે. ખાસ કરીને આરોગ્ય સેવા અને માનસિક સુખાકારીની દિશામાં આગળ કાર્ય કરવામાં આવશે તેમજ સ્ટાર્ટઅપ્સ, યુવા, અને કુશળતા સંબંધિત પ્રવૃત્તિઓ ઉપર પણ સક્રિયતાથી કાર્ય કરવામાં આવશે.


સ્નેહલબેનના નેતૃત્વ હેઠળ સ્નેહશિલ્પ ફાઉન્ડેશન દ્વારા હાથ ધરાયેલા કાર્યોના કારણે અનેક સમગ્ર દેશમાં લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. તેમની કામ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને સમાજ માટે તેમના દ્વારા કરવામાં આવતા સકારાત્મક કાર્યોએ અનેક સંસ્થાઓ અને યુવાનોને પ્રેરિત કર્યા છે. ચાલો, આપણે સાથે મળીને એક સકારાત્મક પરિવર્તન લાવીએ અને તમામ માટે એક ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરીએ.


Whatsapp-channel Whatsapp-channel

28 August, 2024 05:28 PM IST | Ahmedabad | Brand Media

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK