હા, આ વાત સાવ સાચી છે. મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો એ હકીકત નથી. બે કેબલ પર ટિંગાતા પુલનો એક કેબલ તૂટતાં આ આખી દુર્ઘટના સર્જાઈ છે. ફૉરેન્સિક સાયન્સ લૅબ અત્યારે કેબલ તૂટવાનું કારણ શોધવા માટે એ કેબલ લૅબોરેટરીમાં લઈ ગઈ છે
Morbi Tragedy
મોરબીમાં ઝૂલતા પુલનો એક ભાગ સાવ અકબંધ રહ્યો છે. મચ્છુ નદી પરના તૂટી ગયેલા કેબલની તપાસ કરી રહેલા એફએસએલના અધિકારીઓ (તસવીર : ચિરાગ ચોટલિયા)
પુલના કેબલ જૂના જ વાપરવામાં આવ્યા હોવાની શંકા પછી એ દિશામાં પણ તપાસ શરૂ કરાઈ છે
રવિવારે સાંજે ૬.૧૫ વાગ્યે મોરબીનો પ્રસિદ્ધ ઝૂલતો પૂલ તૂટ્યો નહોતો પણ જે બે કેબલ પર આખો પુલ બન્યો હતો એ પૈકીનો એક કેબલ તૂટતાં આ આખી દુર્ઘટના સર્જાઈ હતી. પુલની એન્ટ્રી સાઇડથી ડાબી બાજુનો કેબલ તૂટતાં પુલ પર ચાલવા માટે જે ટ્રૅક બનાવવામાં આવ્યો હતો એ બેન્ડ થયો અને લોકો પાણીમાં ખાબક્યા. અત્યારે પણ એ ઝૂલતા પુલનો જમણી બાજુનો કેબલ હવામાં અડીખમ છે.
ADVERTISEMENT
જે સાઇડનો કેબલ તૂટ્યો એ કેબલમાં કયું મટીરિયલ વપરાયું છે એના પરીક્ષણ માટે ફૉરેન્સિસક સાયન્સ લૅબોરેટરી કેબલ પોતાની સાથે લઈ ગઈ છે. ટેસ્ટિંેગ પછી કેબલ ખરીદવામાં આવ્યો ત્યારે એમાં કયું મટીરિયલ વાપરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો એની સાથે સરખામણી કરવામાં આવશે તો સાથોસાથ કેબલને કાટ લાગ્યો હતો કે નહીં અને કાટ લાગ્યો હોય તો એ કેબલ રીયુઝ્ડ કેબલ છે કે નવો કેબલ છે એનું પણ ટેસ્ટિંયગ કરવામાં આવશે. એવી શંકા છે કે કેબલ જૂનો જ વાપરવામાં આવ્યો છે ને એને કારણે આ દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.