વેપારી હરેશ કાનાબારે પત્ની અને પુત્ર સાથે ગળાફાંસો ખાધો ઃ કોઈ દોષી નહીં હોવાનું લખેલી સુસાઇડ-નોટ પોલીસને મળી
પ્રતીકાત્મક તસવીર
સૌરાષ્ટ્રના મોરબીમાં ગઈ કાલે લોહાણા સમાજના કાનાબાર પરિવારે સમૂહિક આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. વેપારી હરેશ કાનાબારે પત્ની અને પુત્ર સાથે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. તેમના અપાર્ટમેન્ટમાંથી એ માટે કોઈ દોષી નહીં હોવાનું લખેલી સુસાઇડ-નોટ મળી આવી છે.
મોરબીમાં આવેલા રૉયલ પૅલેસ અપાર્ટમેન્ટમાં વેપારી હરેશ કાનાબાર, તેમનાં પત્ની વર્ષા અને દીકરો હરેશ રહેતાં હતાં. ગઈ કાલે તેમના અપાર્ટમેન્ટમાં છતમાં લગાવેલા હુકમાં ચૂંદડી બાંધીને ગળે ફાંસો ખાધેલી હાલતમાં તેમના મૃતહદેહ જોવા મળ્યા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે તેમના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમૉર્ટમ માટે મોરબી સિવિલ હૉસ્પિટલમાં મોકલ્યા હતા. જોકે પોલીસને ઘરમાંથી એક સુસાઇડ-નોટ પણ મળી હતી જે કબજામાં લીધી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સામૂહિક આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા કવાયત હાથ ધરી છે.