કન્યા વંદન કાર્યક્રમમાં અમદાવાદની વિવિધ સ્કૂલો અને સંસ્થાઓમાંથી આવેલી દિવ્યાંગ સહિતની દીકરીઓનું શ્લોક સાથે શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદમાં યોજાયો ૧૨૭૧ કન્યાઓના વંદનનો અનોખો કાર્યક્રમ
સમાજમાં કન્યાઓ અને નારીનું સન્માન વધે એ હેતુથી અમદાવાદમાં ગઈ કાલે ૧૨૭૧ દીકરીઓનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું. હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન દ્વારા અમદાવાદમાં યોજાઈ રહેલા હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળામાં કન્યા વંદનનો આ ભાવપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. કન્યા વંદન કાર્યક્રમમાં અમદાવાદની વિવિધ સ્કૂલો અને સંસ્થાઓમાંથી આવેલી દિવ્યાંગ સહિતની દીકરીઓનું શ્લોક સાથે શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું.