Manmohan Singh Death: અમદાવાદનો ખૂબ જ મહત્વનો ફેસ્ટિવલ કાંકરિયા કાર્નિવલ 31 ડિસેમ્બર સુધી સંપૂર્ણપણે રદ કરી નાખવામાં આવ્યો છે.
તાજેતરમાં ગુજરાત સીએમ ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલ-૨૦૨૪નો શુભારંભ કરાવ્યો હતો.
ગઇકાલે ડૉ. મનમોહન સિંહના નિધન (Manmohan Singh Death) બાદ સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે જ અનેક રાજકીય ઉજવણીઓને કેન્સલ કરવામાં આવી છે. પક્ષના તમામ સત્તાવાર કાર્યક્રમોને આગામી સાત દિવસ માટે રદ કરવામાં આવશે.
કાર્નિવલનાં તમામ કાર્યક્રમો રદ
ADVERTISEMENT
માન. મેયરશ્રી, માન. ડેપ્યુટી મેયરશ્રી, માન. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, માન. પક્ષના નેતાશ્રી તથા માન. દંડકશ્રી દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ, ભારતના માન. પૂર્વ વડાપ્રધાનશ્રી ડૉ.મનમોહનસિંહના દુઃખદ અવસાન નિમિત્તે "કાંકરિયા કાર્નિવલ2024"ના આજ તારીખ 27 ડિસેમ્બર 2024 થી… pic.twitter.com/eKSqNBCHwK
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) December 27, 2024
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પણ મહત્વનો નિર્ણય લેવાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સત્તાવાર રીતે આજના આયોજિત કાર્યક્રમો અને કાર્નિવલના બાકીના કાર્યક્રમો રદ કરવાની જાહેરાત કરી છે.
તમને જણાવી દઈએ લોકપ્રિય ફ્લાવર શો જે મૂળભૂત રીતે 1લી જાન્યુઆરીએ શરૂ થવાનો હતો, પણ હવે તે ૩જી જાન્યુઆરી કરવામાં આવશે. અત્યારે ન્યુ યરની ઉજવણી ખૂબ જ નજીક છે. ત્યારે ઇલેક્ટ્રિફાઇંગ મ્યુઝિક, ચમકતા લાઇટ શો અથવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ હવે મનમોહન સિંહનું નિધન (Manmohan Singh Death) થવાથી આ કાર્યક્રમો અત્યારે મોકૂફ રાખવામાં આવ્યો છે.
જ્યારે દેશભરમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો હોય ત્યારે અમદાવાદનો ખૂબ જ મહત્વનો ફેસ્ટિવલ કાંકરિયા કાર્નિવલ 31 ડિસેમ્બર સુધી સંપૂર્ણપણે રદ કરી નાખવામાં આવ્યો છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન (Manmohan Singh Death) બાદ તેનંના માનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગઇકાલે વરસાદે મજા બગડી હતી
ગઈકાલની સાંજે કાંકરિયા લેકફ્રન્ટ ખાતે ચાલુ કાંકરિયા કાર્નિવલ 2024ની ઉજવણીમાં હળવો વરસાદ જોવા મળ્યો હતો. ઘણા લોકો આ ઇવેન્ટમાં હાજરી આપવા માટે અતિ ઉત્સાહ સાથે પહોંચ્યા હતા. પરંતુ અચાનક વરસાદ થવાને કારણે આ મજા બગડી ગઈ હતી. ઇલેક્ટ્રોનિક્સ અને ડિજિટલ સાધનોને વરસાદથી બચાવવા માટે ટેકનિશિયન અને આયોજકો દોડી આવ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આયોજિત અઠવાડિયાના આ ફેસ્ટિવલનું ગઈકાલે મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી કાર્નિવલ વાર્ષિક કાર્યક્રમ છે. પરંતુ હવે તે આગામી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.
ભૂતપૂર્વ વડાપ્રધાનશ્રી ડૉ.મનમોહન સિંહના ગઈ રાત્રે થયેલા અવસાન સંદર્ભે સદગતના સન્માનમાં જાહેર કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી શોકને અનુલક્ષીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આજરોજ તા.27 ડિસેમ્બરે યોજાનારા તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.
— CMO Gujarat (@CMOGuj) December 27, 2024
એવી પણ માહિતી સામે આવી છે કે ડૉ. મનમોહન સિંહના માનમાં રાષ્ટ્રીય શોકની વ્યવસ્થા અંગે ચર્ચા કરવા માટે આજે સવારે 11 વાગ્યે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. દિલ્હીમાં સીએમ સીએમ આતિશીએ શુક્રવારે નિર્ધારિત તમામ સરકારી કાર્યક્રમો પણ મોકૂફ રાખ્યા હતા. તેલંગાણામાં સીએમ રેવંત રેડ્ડીની આગેવાની હેઠળની રાજ્ય સરકારે આજે સરકારી કચેરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ માટે રજા જાહેર કરી છે, એવા અહેવાલ મળ્યા છે.
AIIMSએ નિધનની પુષ્ટિ કરી
ભૂતપૂર્વ પીએમ મનમોહનના મૃત્યુ (Manmohan Singh Death)ની પુષ્ટિ કરતાં AIIMSએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, અમે અમે ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંઘના 92 વર્ષની વયના નિધનની જાણ કરીએ છીએ. તેમની ઉંમર સંબંધિત તબીબી સ્થિતિઓ માટે સારવાર કરવામાં આવી રહી હતી અને 26મી ડિસેમ્બર 2024ના રોજ ઘરે તેઓ અચાનક બેભાન થઈ ગયા હતા. તાત્કાલિક સારવાર માટેનાં પગલાં તરત જ ઘરે શરૂ કરવામાં આવ્યા હતા. તેમને રાત્રે 8:06 વાગ્યે નવી દિલ્હીની એઈમ્સમાં મેડિકલ ઈમરજન્સીમાં લાવવામાં આવ્યા હતા. તમામ પ્રયાસો છતાં તેઓને બચાવી શકાયા નહિ. રાત્રે 9:51 વાગ્યે તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા.