અમદાવાદના શહેરીજનોની પતંગ માટેની આ ક્રેઝીનેસને જોવા માટે મુંબઈથી લવ દેઢિયા ખાસ અમદાવાદની ઉત્તરાયણ જોવા આવ્યો હતો અને તેને મોજ પડી ગઈ હતી.
ઘાટકોપરથી અમદાવાદમાં ઉત્તરાયણ જોવા આવેલા લવ દેઢિયાએ પતંગ ચગાવી હતી.
ગુજરાતની ઉત્તરાયણ ગજબની હોય છે અને અહીંના લોકો પણ પતંગ ચગાવવા માટે ક્રેઝી હોય છે એ આખું જગ જાણે છે ત્યારે અમદાવાદના શહેરીજનોની પતંગ માટેની આ ક્રેઝીનેસને જોવા માટે મુંબઈથી લવ દેઢિયા ખાસ અમદાવાદની ઉત્તરાયણ જોવા આવ્યો હતો અને તેને મોજ પડી ગઈ હતી.
ઘાટકોપરમાં રહેતા લવ દેઢિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે હું ‘અમદાવાદની ઉત્તરાયણ જોવા આવ્યો હતો. અહીં મારો કઝિન રહે છે તેને ત્યાં આવ્યો હતો. હું પતંગ ચગાવતો નથી પરંતુ ખાસ તો અમદાવાદમાં જે રીતે લોકો પતંગ ચગાવતા હોય છે એ જોવા મુંબઈથી આવ્યો. મેં ક્યારેય એકસાથે આટલાબધા લોકોને ટેરેસ પરથી પતંગ ચગાવતા જોયા નથી. હું પતંગ ચગાવતો નથી, પણ
કોઈ પતંગ ચગાવે તો જોવું ગમે છે એટલે અમદાવાદ આવ્યો હતો. આ ઉપરાંત મને અમદાવાદમાં યોજાતો કાઇટ ફેસ્ટિવલ જોવો હતો. આ ફેસ્ટિવલમાં દેશવિદેશના પતંગબાજો અવનવી વિશાળકાય પતંગો લઈને આવતા હોય છે અને એ આકાશમાં ચગતી જોવાનો લહાવો કંઈક ઓર જ હોય છે.’