Makar Sankranti 2024: આજથી એટલે કે 12મી તારીખથી પવનની સ્પીડ સામાન્ય થઈ જવાની છે. અત્યારસુધી પવનનું જોર 20થી વધુની તીવ્રતાએ નોંધવામાં આવ્યું હતું
પતંગની પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- પવનનું જોર કે ગતિ 8થી 10 કિલોમીટર પ્રતિકલાકની ઝડપ લેશે
- મોટેભાગે રાજ્યમાં હવામાન સૂકું રહે તેવી શક્યતા છે
- આજે રાજ્યના કેટલાક જિલ્લામાં હળવો વરસાદ થઈ શકે તેવી આગાહી છે
Makar Sankranti 2024: અત્યારે સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણનો જબરો માહોલ જામેલો હોય એવું જણાઈ રહ્યું છે. ગુજરાતમાં ખાસ કરીને પતંગ ચગાવવા માટે લોકો આતુરતાથી રાહ જોતાં હોય છે. ત્યારે આ વચ્ચે એ પણ જોવું રહ્યું કે હવામાન કેવું રહેશે અને પતંગ ચગાવવા (Makar Sankranti 2024) માટે આકાશ કેવું બની રહેશે?
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ દરવખતની જેમ આ વર્ષ માટે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ આ બે મહત્વના દિવસો માટે ગુજરાતભરનું હવામાન કેવું રહેશે તે વિષે અપડેટ આપ્યા છે.
ADVERTISEMENT
ઉત્તરાયણ સમયે પવન કેટલી ગતિએ દોડશે?
અંબાલાલ પટેલે જણાવ્યું હટતું કે આજથી એટલે કે 12મી તારીખ પહેલાથી પવનની સ્પીડ સામાન્ય થઈ જવાની છે. અત્યારસુધી પવનનું જોર 20થી વધુની તીવ્રતાએ નોંધવામાં આવતો હતો. પણ, તેઓના મતે હવે પવનનું જોર કે ગતિ 8થી 10 કિલોમીટર પ્રતિકલાકની ઝડપ લેશે.
જોકે, 12 અને 13 તારીખે તાપમાન ફરીથી ઊંચું જવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાત્રિના સમયે તાપમાન સામાન્ય થઈ જશે. મોટેભાગે અત્યારે ગુજરાતમાં દિવસનું તામપાન લગભગ 32થી 35 ડિગ્રી સુધી જોવા મળી રૂ છે. તે વચ્ચે હાલના બે દિવસ ફરી તાપમાન ઊંચકાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અને મકરસંક્રાતિના દિવસે એટલે કે 14 તારીખથી ફરીથી તાપમાન ઘટે એવું અનુમાન લગાવવામાં આવ્યું છે.
શું ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ સમયે વરસાદ થઈ શકે છે?
અત્યારે જો ખાસ કરીને 16, 17 જાન્યુઆરીના મકર સંક્રાંતિ (Makar Sankranti 2024)ની વાત કરવામાં આવે તો આ બે દિવસ સુધી તો અત્યારે હવામાન શાસ્ત્રીઓ કહી રહ્યા છે કે વરસાદની કોઈ શક્યતા નથી. જોકે, એવું પણ કહેવાઈ રહ્યું છે કે અમુક વિસ્તારોની અંદર હવામાનમાં પરિવર્તન થાય તેવી શક્યતા છે.
એટલે જ કે હવામાન વિભાગ જણાવે છે કે અત્યારે ઉત્તરાયણ (Makar Sankranti 2024)ના સમય દરમિયાન મોટેભાગે રાજ્યમાં હવામાન સૂકું રહે તેવી શક્યતા છે. બલકે, આગામી ચાર દિવસ દરમિયાન એક-બે ડિગ્રી તાપમાનમાં વધારો પણ થઈ શકે છે. ત્યારબાદ તાપમાનમાં ઘટાડો થશે.
હાલ સમગ્ર ભારતના વાતાવરણની વાત કરવામાં આવે તો ઉત્તરપ્રદેશ પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નિર્માણ થયું છે. જેના લીધે સાયક્લોનિક વાતાવરણ ઊભું થયું છે. આજે હિમાલય ભાગમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થશે એવી આગાહી હવામાન વિભાગે કરી હતી. આજ મુદ્દે એવું કહી શકાય કે હાલ વાતાવરણમાં સતત બદલાવ થઈ રહ્યો છે.
માટે જ આવતા 5 દિવસનું ગુજરાનું વાતાવરણ એવું છે કે હળવા વરસાદની શક્યતા રહેલી છે. આજે રાજ્યના કેટલાક જિલ્લામાં હળવો વરસાદ થઈ શકે તેવી આગાહી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાત તેમ જ સૌરાષ્ટ્રના પણ કેટલાક જિલ્લામાં વરસાદ થઈ શકી છે.