Kutch Earthquake: ગુજરાતના કચ્છ જિલ્લામાં આજે સવારે ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. ભૂકંપની તીવ્રતા હતી તે 3.2 સ્કેલ પર માપવામાં આવી હતી
ભૂકંપની પ્રતીકાત્મક તસવીર
નવા વર્ષનાં પ્રથમ જ દિને ગુજરાતનાં કચ્છ જિલ્લામાંથી ડરાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના કચ્છ જિલ્લામાં આજે સવારે ભૂકંપના આંચકાનો (Kutch Earthquake) અનુભવ થયો હતો. આ જે ભૂકંપની તીવ્રતા હતી તે 3.2 સ્કેલ પર માપવામાં આવી હતી. કચ્છમાં ધ્રૂજલ ધરતી વિષયક માહિતી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) એ આપી હતી.
કોઈ જાનહાનિ કે માનહાનિ થઈ નથી
ADVERTISEMENT
પ્રાપ્ત માહિતી અનુસાર ભૂકંપનાં આંચકા સવારે 10.24 વાગ્યે અનુભવાયા (Kutch Earthquake) હતા. તેનું કેન્દ્ર ભચાઉથી 23 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વ (NNE) માં સ્થિત હતું. જિલ્લા પ્રશાસને કહ્યું કે હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિ કે જાન-માલને નુકસાન થવાના સમાચાર નથી.
ગયા મહિને જ ચાર વાર ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા
તમને જણાવી દઈએ કે ગુજરાત ભૂકંપના સંદર્ભમાં ઉચ્ચ જોખમ ધરાવતા સિસ્મિક ઝોનમાં આવે છે. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ડેટા અનુસાર ગુજરાતમાં છેલ્લા 200 વર્ષમાં નવ વાર મોટા પાયે ધરતી ધ્રુજી છે.
ગયા મહિને આ વિસ્તારમાં 4 વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા 3થી વધુ હતી. જેમાં ત્રણ દિવસ પહેલા આવેલા 3.2ની તીવ્રતાના ભૂકંપનો સમાવેશ થાય છે, જેનું કેન્દ્રબિંદુ પણ ભચાઉ નજીક જ નોંધાયું હતું. કચ્છમાં 3થી વધુની તીવ્રતાના ચાર આંચકા આ પહેલા પણ અનુભવાઈ ચૂક્યા છે. હજી તાજેતરમાં જ ત્રણ દિવસ પહેલા ભચાઉ નજીક પણ 3.2ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા. 23 ડિસેમ્બરે 3.7ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, જ્યારે 7 ડિસેમ્બરે જિલ્લામાં 3.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.
કયા કારણોસર આવતો હોય છે ભૂકંપ? જરા, વિગતે સમજીએ
ભૂકંપ (Kutch Earthquake) શા માટે આવે છે? આ પ્રશ્ન આપણને થાય. હવે તમને જણાવી દઈએ કે પૃથ્વીના પેટાળમાં સાત પ્લેટ્સ આવેલ છે. કહેવાય છે કે તે સતત ફરતી રહે છે. પણ જ્યારે આ પ્લેટોમાં ઘર્ષણ પેદા થાય છે ત્યારે છે ઝોનને ફોલ્ટ લાઇન કહેવામાં આવે છે. આ પ્રમાણે વારંવાર અથડામણને કારણે પ્લેટોના ખૂણા વળી જતાં હોય છે. એવામાં જ્યારે દબાણનું જોર ખૂબ જ વધી જાય છે ત્યારે પ્લેટો તૂટવા માંડે છે. આ સમયે તળેટીની ઉર્જા બહાર નીકળવાનો માર્ગ શોધે છે અને આ વિક્ષેપ થવાને કારણે ધરતી ધ્રૂજે છે.
આ ભૂકંપ ક્યારે નહીં ભૂલાય
કચ્છમાં 26 જાન્યુઆરી, 2001ના રોજ આવેલો ભૂકંપ (Kutch Earthquake) આજે પણ વિસરાય એવો નથી. જે છેલ્લી બે સદીઓમાં દેશમાં આવેલો ત્રીજો સૌથી મોટો અને બીજા નંબરનો સૌથી વિનાશક ભૂકંપ હતો. જેમાં લગભગ 13,800 લોકો મૃત્યુ પામ્યા હતા અને 1.67 લાખ લોકો ઘાયલ થયા હતા.