ઉનાળાના આરંભે જ સુકાઈ સાબરમતી નદી
સુકાઈ સાબરમતી નદી
હજી તો કાળઝાળ ગરમીની શરૂઆત થઈ જ છે ત્યાં અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારો માટે પાણીની જરૂરિયાત પુરી કરનાર સાબરમતી નદી સુકાઈ ગઈ છે. આવી સ્થિતિ પહેલા માર્ચ 2010માં બની હતી. ત્યારે પણ સાબરમતી નદી સુકાઈ ગઈ હતી. આ વર્ષે ઉપરવાસમાં વરસાદ ઓછો પડ્યો હતો. જેના કારણે નદી સુકાઈ ગઈ છે.
પ્રવાસીઓની સંખ્યા પર પડી અસર
ઉનાળામાં ગરમીથી બચવા માટે પ્રવાસીઓ સાબરમતીના કિનારે પિકનિકની મજા માણવા માટે આવતા હતા. પરંતુ અત્યારે નદીના હાલ જોઈને તેઓ નિરાશ થઈ રહ્યા છે. ઉત્તર ગુજરાતના લોકો મોટા ભાગે સાબરકાંઠાના સપ્તેશ્વર નજીક અને વડનગક તાલુકાના વાગડી ગામ પાસેનો સાબરમતી નદીના તટમાં જતા હતા. પરંતુ હાલ તે સુકાઈ ગયો છે.
સ્થાનિક રોજગારી પર થશે અસર
સાબરમતી નદી સુકાઈ જતા તેની આસપાસ આવેલા પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓની સંખ્યા ઘટવાનો અંદાજ છે. જેના કારણે સ્થાનિક રોજગાર પર પણ અસર પડશે.